Home /News /kutchh-saurastra /Gir Somnath: આ વ્યક્તિ પાસે માંગો એ વનસ્પતિ મળે, છેલ્લા 50 વર્ષથી તૈયાર કરી રહ્યાં છે રોપા

Gir Somnath: આ વ્યક્તિ પાસે માંગો એ વનસ્પતિ મળે, છેલ્લા 50 વર્ષથી તૈયાર કરી રહ્યાં છે રોપા

કુરેશી

કુરેશી બાગમાં વિવિધ વનસ્પતિનું સંવર્ધન 

રમળેચી ગીરમાં કુરેશી બાગ નર્સરી આવેલી છે. આ બાગમાં 5200 જેટલી વિવિધ વનસ્પતિઓની પીશિસ છે. અહીં આયુર્વેદિક, જંગલી, ફળફૂલ, ઘાસ, કંદ અને ઓર્નામેન્ટલ શોભાના ઝાડનું સંવર્ધન કરવામાં આવે છે. 

    Bhavesh Vala, Gir Somnath : રમળેચી ગીર ખાતે 60 વર્ષીય ગફારભાઇ કુરેશી 1970 થી આયુર્વેદિક, જંગલી, ફળફૂલ, ઘાસ, કંદ અને ઓર્નામેન્ટલ શોભાના ઝાડનું સંવર્ધન કરી રહ્યા છે. 10 વિઘામાં કુરેશી બાગ નર્સરી કાર્યરત છે. અને તેમાં વિવિધ પ્રકારની વનસ્પતિના રોપા તૈયાર કરે છે. એક વનસ્પતિના રોપાને તૈયાર કરવા માટે 1 થી 6 મહિના જેટલો સમય લાગે છે. આયુર્વેદિક, જંગલી, ફળફૂલ સહિતના જુદા જુદા રોપાનું દેશભરમાં વેચાણ કરી સુક્યા છે. અહીંની નર્સરી બાગમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિઓની સંવર્ધન કરવામાં આવે છે. 60 વર્ષીય ગફારભાઇ બાગાયત ખેતીને શીખવા માટે છાત્રો પણ મુલાકાત લઈ રહ્યા છે.

    રમળેચી કુરેશી બાગના ગફારભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે વર્ષોથી આયુર્વેદિક, જંગલી, ફળ ફૂલ, ઘાસ, કંદ ઉપરાંત ઓર્નામેન્ટલ શોભાના ઝાડની ખેતી કરી રહ્યા છે. અને તેનું સંવર્ધન કરી રહ્યા છે. નર્સરીની અંદર 5200 જેટલી વિવિધ વનસ્પતિઓના રોપા છે. 1970 થી અત્યાર સુધીમાં કરોડોની સંખ્યામાં વૃક્ષ તથા વનસ્પતિનું સંવર્ધન કર્યું છે. અને વનસ્પતિઓનું વેચાણ કર્યું છે. જેનાથી અનેક લોકોને રોજીરોટી પણ મળે છે. શાકભાજીનું ધરૂ 1 રૂપિયા થી લય મધર પ્લાન્ટમાં બનાવેલી કલમો રૂપિયા 5 થી 100 સુધી વેચાણ કરીએ છે. આયુર્વેદિક બિયારણ માટે બાગમાં જ તેના માતૃ છોડ અને મોટા ઝાડમાંથી સીડ બીજ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લોકોના શેઢાપાળામાં જે વૃક્ષ હોય છે. એના બીજ પણ એકત્રીત કરવામાં આવે છે. અને એમાંથી ગુણવત્તાવાળા બીજમાંથી રોપા તૈયાર કરવામાં આવે છે.


    કુરેશી બાગમાં ક્યાં ક્યાં પ્રકારના છોડ તૈયાર કરાય કુરેશી બાગ નર્સરીમાં આયુર્વેદિક, જંગલી, ફળફૂલ, ઘાસ, કંદ દરેક પ્રકારના ઝાડ મધર પ્લાન્ટ અને માતૃ છોડ બનાવવામાં આવે છે. ભેટ કલમ, ડાબ કલમ, કટકા કલમ, ફાચર કલમ, ગુટી કલમ તૈયાર કરાય છે. શાકભાજીના ધરૂ થી લય લુપ્ત થતી વનસ્પતિઓને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. કુરેશી બાગ નર્સરીની વિશેષતા કુરેશી બાગ નર્સરીમાં દર વર્ષે એક લાખથી વધુ લોકો મુલાકાત માટે આવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવે છે. તમને પ્રેક્ટીકલ સાથે બાગાયતી ખેતી અને આયુર્વેદ ખેતી શીખવાડવામાં આવે છે. તેમનો કોય ચાર્જ લેવામાં આવતો નથી. મુલાકાતે આવતા છાત્રોને એક વૃક્ષ વાવેતર કરવા માટે અપીલ કરાય છે.

    આયુર્વેદિક વનસ્પતિના પાનમાંથી સુવર્ણ તૈયાર કરાય ગફારભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે આયુર્વેદિક વનસ્પતિના પાનમાંથી સુવર્ણ બનાવવામાં આવે છે. અને ફોર્મ્યુલા બનાવીએ છે. ડાયાબિટીસ, હળસ, પત્રી, કિંડની અને કેન્સર જેવી તકલીફો અને પ્રેક્ટીકલ વનસ્પતિનું મૂલ્ય વર્ધન બનાવીએ છે.
    First published:

    Tags: Gir-somnath

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन