Home /News /kutchh-saurastra /વેરાવળમાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને ઘેરતા કહ્યું- લોકો મર્યા પણ તેમનામાં માણસાઈ નથી

વેરાવળમાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને ઘેરતા કહ્યું- લોકો મર્યા પણ તેમનામાં માણસાઈ નથી

આમ દિલ્હીના સીએમ અને સંયોજક અરવિંદ કેજરીવાલે કુલ પાંચ ગેરંટી ગુજરાતની જનતાને આપી છે.

કેજરીવાલે રોજગારી મુદ્દે મોદી અને ગુજરાત સરકારને ઘેરીને કહ્યું કે, હાલમાં જ એક બેરોજગાર યુવકે બેરોજગારીના કારણે આત્મહત્યા કરી છે. અને અમને બસ એક મોકો આપો અમે તમામ યુવાઓને રોજગારી આપીશું,

  દિનેશ સોલંકી, ગીર સોમનાથ: જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાત (Gujarat AAP) માં આમ આદમી પાર્ટીનું કદ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે વધુ એક વખત અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના વેરાવળ (Veraval)ની મુલાકાત લઈ જનમેદનીને સંબોધી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાત અને કેન્દ્ર બન્ને સરકારો પર તીખા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું કે લઠ્ઠાકાંડમાં અનેક લોકો મોતને ભેટયા છે. હું તેમને મળવા ગયો હતો પણ અહીંના સીએમ હજુ સુધી પહોંચ્યા નથી. માત્ર વોટની રાજનીતિ ન હોવી જોઈએ માણસાઈ પણ હોવી જોઈએ.

  કેજરીવાલે રોજગારી મુદ્દે મોદી અને ગુજરાત સરકારને ઘેરીને કહ્યું કે, હાલમાં જ એક બેરોજગાર યુવકે બેરોજગારીના કારણે આત્મહત્યા કરી છે. અને અમને બસ એક મોકો આપો અમે તમામ યુવાઓને રોજગારી આપીશું, અને રોજગારી ન મળે ગુજરાતમાંથી ધક્કા મારી કાઢી મુકજો. મેં દિલ્હીમાં સ્કૂલ અને હોસ્પિટલ બનાવ્યા તેવું દેશમાં એક તો બનાવી બતાવે! બીજી તરફ જયારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે રાજકીય પાર્ટીઓ ઘોષણા પત્રમાં વાયદાઓ આપતા હોય છે પરંતુ અમે વાયદા નહિં કામ કરી બતાવીશું. અને અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા ને 5 ગેરન્ટી આપી હતી.  - જેમાં 5 વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી મળશે. જેમ દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે. અને વધુ 20 લાખ લોકોને નોકરી આપીશું.
  - જ્યાં સુધી રોજગાર ન મળે, ત્યાં સુધી દરેક બેરોજગારોને 3 હજાર દર મહિને ભથ્થું મળશે.
  - 10 લાખ સરકારી નોકરી આપશું.
  - ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે તેનો કાયદો લાવીશું. અને પેપર ફૂટતા બંધ કરવશું. અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.
  - સહકારી ક્ષેત્રે તમામ નોકરીઓની સિસ્ટમ પારદર્શક કરશું. સામાન્ય માણસો ને નોકરી મળશે. કોઈ ની ભલામણથી નહિ.

  આ પણ વાંચો- શું આગામી ચૂંટણીમાં વિજય રૂપાણીનું પત્તુ કપાશે!

  આમ દિલ્હીના સીએમ અને સંયોજક અરવિંદ કેજરીવાલે કુલ પાંચ ગેરંટી ગુજરાતની જનતાને આપી છે, અને હવે કોઈ આત્મહત્યા ન કરે અને આ બધી જાહેરાત બાદ અન્ય રાજકીય પક્ષો પર ઈસારો કરતા કહ્યું કે ન્યૂઝમાં જોયા બાદ મને ગેર શબ્દો બોલશે.

  આ પણ વાંચો- ગુજરાતમાં દર મહિને આવતા 15 લાખ લિટરથી વધુ મિથેનોલને લઇ વાપી પોલીસે લીધો મહત્ત્વનો નિર્ણય

  વધુમાં કેજરીવાલે કહ્યું કે, 1 જુલાઈથી પંજાબમાં પણ વીજળી ફ્રી કરાઇ છે, તેમજ ગુજરાતમાં સરકાર બનશે તો અહી પણ 24 કલાક વીજળી આવશે અને 300 યુનિટ ફ્રી આપીશું, 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ બિલ માફ કરીશું. સાથે જ કેજરીવાલ ફ્રી રેવડી આપી રહ્યો છે તેમ કહેતા હશે પરંતુ તે લોકો બધી રેવડી પોતાના મિત્રોને આપે છે અને સ્વિસમાં નાખે છે. કેજરીવાલ રેવડી જનતાને આપશે. ગુજરાત સરકાર પર 3.5 લાખનું કરજ છે. હાલમાં સિંગાપુરની સરકારે મને નિમંત્રણ આપ્યું અને કહ્યું કે અહી આવો અને બધાને કહો તમે કેટલું સારું કામ કરો છો. પરંતુ મને ન જવા દીધો. હું આ મંચ પરથી ચેલેન્જ કરું છું કે કેજરીવાલે જેવા સ્કૂલ દિલ્હીમાં બનાવ્યા છે તેવી તમે 1 સ્કૂલ બનાવી દેખાડો. જે રીતે મે હોસ્પિટલ બનાવી છે તેવી બનાવી દેખાડો. જે મોડલ અમારી પાસે છે તે ભાજપ પાસે નથી.
  Published by:Rakesh Parmar
  First published:

  Tags: Aarvind kejriwal, Assembly elections, Gujarati news, VERAVAL

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો