સિંહને દોડાવી પજવણી કરતા ચાર યુવકોની ધરપકડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 22, 2017, 11:12 AM IST
સિંહને દોડાવી પજવણી કરતા ચાર યુવકોની ધરપકડ
વિસાવદર ફોરેસ્ટ વિભાગની હદમાં ભાવનગરથી ગયેલા ચાર શખ્સોએ ૧૭ તારીખે રાત્રે બદક ગામથી કનકાઈ રોડ પર સિંહની પાછળ પુરપાટ જડપે કાર ચલાવી અને સિંહની પજવણી કરી હતી. જે વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ થયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 22, 2017, 11:12 AM IST
વિસાવદર ફોરેસ્ટ વિભાગની હદમાં ભાવનગરથી ગયેલા ચાર શખ્સોએ ૧૭ તારીખે રાત્રે બદક ગામથી કનકાઈ રોડ પર સિંહની પાછળ પુરપાટ જડપે કાર ચલાવી અને સિંહની પજવણી કરી હતી. જે વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ થયો છે.

અને વનવિભાગે ભાવનગરના આ ચાર શખ્સોને જડપી લીધા છે. દવાના વ્યવસાય સાથે સંકાલાયેલા આ ચાર મિત્રો સિંહ દર્શન માટે બદક ગામે લખન મેર નામના શખ્સના ઘરે ગયા હતા પરંતુ ત્યાં સિંહ નહી મળતા અને ફરત ફરતી સમયે રસ્તા સિંહ મળી ગયો હતો અને તેની પાછળ કાર પુરપાટ જડપે દોડાવી હતી. બનાવ બાદ પોલીસે આજે આ ચારેય શખ્સ એમ આર ઉત્પલ પંડ્યા,પાર્થિવ ત્રિવેદી,દેવાંગ અંધારિયા અને બ્રિજેશ જોશીને જડપી લીધા છે સીડ્યુલ વનના પરની એવા સિંહને હેરાન પરેશાન કરવા અંતર્ગત કાયદામાં ૩ થી ૭ વર્ષની જોગવાઈ છે જો કે હાલ ભાવનગર ફોરેસ્ટ વિભાગ દ્વારા જુનાગઢ વનવિભાગને કાર અને આરોપીઓ સોપી દેવામાં આવ્યા છે અને હવે કારના પુરાવા સાથે આરોપીઓ સામે જુનાગઢ વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.
First published: June 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर