Home /News /kutchh-saurastra /

કોડિનારમાં શાહનું સંબોધન- ગુજરાતની ગાદી પર લહેરાશે ભાજપનો ભગવો

કોડિનારમાં શાહનું સંબોધન- ગુજરાતની ગાદી પર લહેરાશે ભાજપનો ભગવો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોડીનારમાં જાહેરસભાને સંબોધન કર્યું અને કોંગ્રેસને આડેહાથ લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોડીનારમાં જાહેરસભાને સંબોધન કર્યું અને કોંગ્રેસને આડેહાથ લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા

ગીર સોમનાથ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોડીનારમાં જાહેરસભાને સંબોધન કર્યું અને કોંગ્રેસને આડેહાથ લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે કહ્યું હતું કે જેવી રીતે યુપીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે તેવી જ રીતે ગુજરાતમાં 18 ડિસેમ્બરે કોંગ્રેસ સાફ થઈ જશે.


અમિત શાહે કોડિનારમાં જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે 'આપ સૌએ તડકામાં મારી ખૂબ રાહ જોઈ જે બદલ માફી માગી ઘન્યવાદ કરૂ છું.' અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ જાતિવાદને ફેલાવે છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં અમારા પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી થયો. સાથે જ મોદી વિશે કહ્યું કે અમે જેમને બોલતા આવડે તેવો પ્રધાનમંત્રી દિલ્લીમાં બેસાડ્યો છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, અમેઠીમાંથી 13 હજાર 600 લોકો ગુજરાતમાં નોકરી કરવા માટે આવ્યા છે, આ લોકોને પહેલા અમેઠીમાં નોકરી તો આપો.


વધુમાં અમિત શાહે કહ્યું કે ચૂંટણી આવતાં જ રાહુલ ગાંધીના આટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. જે રીતે યુપીની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા તે જ રીતે ગુજરાતમાં પણ 18 ડિસેમ્બરે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. ગુજરાતની ગાદી પર ભાજપનો જ ભગવો લહેરાશે.

First published:

Tags: Amit shah, KODINAR

આગામી સમાચાર