સોમનાથ મંદિરનો સુવર્ણયુગ , શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ઉપર આવેલા 1457 જેટલા પથ્થરના કળશને સોનેથી મઢવા માટે યોજના મુકવામાં આવી છે. જેમાંથી 200 જેટલા કળશ નોંધાય ગયા છે

News18 Gujarati
Updated: September 10, 2018, 7:52 PM IST
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ , શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ
News18 Gujarati
Updated: September 10, 2018, 7:52 PM IST
એકસમયે વિશ્વ વિખ્યાત સોમનાથ દાદાનું મંદિરનું આખું સોનાનું બનેલ હતું. હવે ફરી સોમનાથ મંદિર સુવર્ણ યુગ તરફ જઈ રહ્યું છે. જેના કારણે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. સોમનાથ મંદિરમાં મુંબઈમા લખી પરિવારે 120 કિલો સોનું આપ્યું છે. જેથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરને સુવર્ણજડિત કરવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સોમનાથ મંદિરને સુવર્ણજડિત કરવાં માટે મુંબઈના દિલીપભાઈ લખી પરીવાર દ્વારા વર્ષ 2012 થી આ કામ ચાલુ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ 35 કિલો સોનુ ભગવાન ના ગર્ભગૃહ, જળાધારી, થાળમાં વાપરવામાં આવ્યું હતું. આ પછી ફરી થી 30 કિલો સોનુ વાપર્યું હતું. આ રીતે 120 કિલો જેટલું સોનુ માત્ર લખી પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે. જેમાંથી ઉપરનું શિખર, કળશ, મુખ્ય દરવાજો, ત્રિશુલ, મંદિરની આગળના 10 પીલર માં કામ કરવામાં આવ્યું છે.

થોડો સમય પહેલા જયારે લખી પરિવારે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હજુ પણ આવનાર દિવસોમાં સોમનાથ મંદિરને સોનાથી મઢવા ની કામગીરી કરવામાં આવશે. અન્ય 6 કિલો જેટલું સોનુ અન્ય દાતા ઓ તરફથી મળ્યું છે જે તે સરકારી ગોડમની લાઇઝેશન સિલમાં મુકવામાં આવ્યું છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ઉપર આવેલા 1457 જેટલા પથ્થરના કળશને સોનેથી મઢવા માટે યોજના મુકવામાં આવી છે. જેમાંથી 200 જેટલા કળશ નોંધાય ગયા છે. જેમ જેમ લોકો દ્વારા સહકાર મળશે તેમ સોમનાથ મંદિરને સુવર્ણજડિત કરવામાં આવશે.
First published: September 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...