Home /News /kutchh-saurastra /

સિંહોના મૃત્યુ બાદ સરકારને બ્રહ્મજ્ઞાન લાધ્યું: IFS નાલા, પ્રદિપસિંઘને પાછા ગીરમાં મૂક્યાં

સિંહોના મૃત્યુ બાદ સરકારને બ્રહ્મજ્ઞાન લાધ્યું: IFS નાલા, પ્રદિપસિંઘને પાછા ગીરમાં મૂક્યાં

ગીર પુર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં 23 સિંહોના મોત થયા હતા

ગીર પુર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં 23 સિંહોના મોત થયા હતા

    ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોના મોત થયા બાદ સરકારને અંતે બ્રહ્મજ્ઞાન લાધ્યું છે અને જે બે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસરો (IFS)ની થોડા મહિનાઓ રાજકારણ પ્રેરિત ગીરમાંથી બદલીઓ કરી હતી. જો કે, હવે તેમને પાછા બદલી કરીને ગીરમાં મુક્યા છે.

    આ બે અધિકારીઓમાં રામ રતન નાલા અને પ્રદિપ સિંઘનો સમાવેશ થાય છે. રામ રતન નાલાને સક્કરબાગ ઝૂનાં ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે અને પ્રદિપ સિંઘને ગીર ટાસ્ક ફોર્સનાં નાયબ વન સરંક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે.

    શિંગોડા ડેમ અને ત્યારબાદ બાબરિયા મરઘી કાંડ મામલે રામ રતન નાલાની સાસણથી ગાંધીનગર બદલી કરવામાં આવી હતી. આ પહેલા ગીર પશ્ચિમનાં નાયબ વન સરંક્ષક પ્રદિપ સિંઘની પણ કનકાઇ, અભ્યારણ્યમાંથી રસ્તાઓ વગેરે મુદ્દે ગાંધીનગર બદલી કરવામાં આવી હતી. પણ હવે સ્થિતિ વિકટ બનતા, આ બંને અધિકારીઓને પાછા ગીરમાં મુકવામાં આવ્યા છે.

    રામ રનત નાલા વેટરનરી ડોક્ટર પણ છે અને સક્કરબાગ ઝૂ વન વિભાગ હેઠળ આવતું મોટું ઝુ છે. વન વિભાગની સિંહોના જીન બેંકની કામગીરી અને બરડા ડુગંરમાં સિંહોના માટે પ્રે બેઝ કરવા માટેની નોડલ એજન્સી પણ છે. વન્યપ્રાણીઓની બ્રિડીંગ પ્રોગ્રામમાં સક્કરબાગ ઝુની ખુબ મહત્વની કામગીરી છે.

    ન્યૂઝ18 ગુજરાતને મળેલા અહેવાલો મુજબ, છેલ્લા થોડા સમયથી સક્કરબાગનો વહીવટ ખાડે ગયો હતો અને ખુદ મુખ્ય વન સરંક્ષક (વન્યપ્રાણી) અક્ષય કુમાર સકેસના ઝૂના વહીવટથી નારાજ થયા હતા.

    જો કે, ગીર ટાસ્કફોર્સની સ્થિતિ સારી નથી. કેમ કે, સરકાર તેનું મહેકમ ભરતી નથી અને નાયબ વન સરંક્ષકની સ્થિતિ સેના વગરના સેનાપતિ જેવી રહે છે. ટાસ્કફોર્સનો મૂળ હેતુ સમગ્ર ગીર વ્યવસ્થા અને વાઇલ્ડક્રાઇમાં મદદરૂપ થવાનો છે પણ કોઇ દિવસ ગીરમાં આ ટાસ્કફોર્સ તેના મૂળ હેતુને પાર પાડી શક્યો નથી. આશા છે કે, પ્રદિપ સિંઘને મહેકમ આપવામાં આવશે અને આ ટાસ્કફોર્સને મજબુત કરવામાં આવશે. જેથી, સમગ્ર ગીરની પડખે અડીખમ ઉભુ રહી શકે.

    ગીર પુર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં 23 સિંહોના મોત થયા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કુતરાઓમાંથી ફેલાય છે. આ અહેવાલ પછી વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Death of the lion, Gir, Government came, IFS Pradip Singh, Know, Returned

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन