કોડીનારઃ પત્નીના મોત બાદ પતિએ કહ્યું - 'મને પણ ભગવાન બોલાવે છે', અને પછી...

News18 Gujarati
Updated: October 18, 2018, 7:40 AM IST
કોડીનારઃ પત્નીના મોત બાદ પતિએ કહ્યું - 'મને પણ ભગવાન બોલાવે છે', અને પછી...

  • Share this:
કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે કારડીયા રાજપુત સમાજમાં લાગણી ભર્યા દાંપત્ય જીવન જીવ્યા બાદ હર્યા ભર્યા પરિવારની ઉપસ્થિતીમાં પ્રથમ 85 વર્ષનાં વૃદ્ધાએ વિદાય લીધાનાં માત્ર 74 કલાક બાદ 90 વર્ષીય તેમના પતિએ પણ અનંતની વાટ પકડતા પરિવારમાં શોક છવાયો છે પણ સાથે જીવ્યા - મર્યાની ઘટના પણ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

કોડીનાર પંથકનાં ડોળાસા ગામના ભાણાભાઇ મીઠાભાઇ મોરી (ઉ.વ.90) તેમના પત્નિ એજુબેન (ઉ.વ.85)નાં 65 વર્ષનાં દામ્પત્ય જીવન ખુબ જ લાગણી સભર રહ્યું. તેમના પરિવારમાં 4 દિકરીઓ રંગાઇબેન, સમજુબેન, કાનુબેન, જેઠીબેન તેમજ 3 દિકરાઓ રામસીંગભાઇ, ગોવિંદભાઇ અને વનરાજભાઇનો સમાવેશ થાય છે. તમામ સંતાનોને વરાવી પરણાવી સામાજીક જવાબદારી સરળતાથી નિભાવી. બંનેએ પોતાના પરિવારને સંપથી એકઠો રાખી લાગણીનો સેતુ અકબંધ રાખ્યો હતો.

આ દરમિયાન એજુબેન બે માસ પહેલા અચાનક પડી જતાં પગમાં ફેક્ચર થતાં તમામ પરિવાર તેઓને સેવામાં ખડે પગે ઉભો હતો. આ દરમિયાન તા.11નાં સવારનાં અરસામાં અંજુબેનનું નિધન થતાં પરિવારમાં શોક છવાયો હતો. જેમાં સૌથી વધુ આઘાત તેમના પતિ ભાણાભાઇને લાગતા તેઓએ અન્નપાણીનો ત્યાગ કરી પરિવારજનોને કહેતા કે મને એ બોલાવે છે. આખરે વાત જાણે સાચી સાબીત થઇ અને અંજુબેનનાં અવસાનનાં માત્ર 74 કલાક બાદ જ તા.14નાં સવારે 10:30 કલાકે ભાણાભાઇએ પણ અનંતની યાત્રાએ નિકળી જતાં પરિવારજનોમાં શોક પ્રસરી ઉઠ્યો હતો. આમ બંને દંપતિએ સાથે જીવ્યા - મર્યાની ઘટના સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
First published: October 17, 2018, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading