થોડા સમય પહેલા ગીર સોમનાથના કોડિનારમાં એક તરફી પ્રેમનો કરુણ અંજામ આવ્યો હતો. અહીં એક યુવતીને પ્રેમીએ કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી. ઘટના બાદ આરોપી પ્રેમી ફરાર થઇ ગયો હતો, જેને પોલીસે શોધી જેલ હવાલે કર્યો છે.
પ્રાથમિક વિગત પ્રમાણે કોડીનારના માધવાડ ગામે 20 નવેમ્બરના રોજ યુવાને પોતાની પ્રેમિકાને ભાગીને લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ પ્રેમિકાએ ઇન્કાર કરતા યુવાને કેરોસીન છાંટી જીવતી સળગાવી હતી. યુવતીને સારવાર માટે કોડીનારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે પ્રેમિકાને જીવતી સળગાવનાર આરોપી યુવાનની ધરપકડ કરી છે.
માધવાડ ગામે રહેતો અક્ષય તેની પ્રેમિકાને ભાગીને લગ્ન કરવાનું કહેતા ના પાડતા કેરોસીન છાંટી જીવતી સળગાવી હતી. આ અંગે યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અક્ષયની ધરપકડ કરી છે. યુવતી 90 ટકા દાઝેલી હાલતમાં કોડીનારની ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર