ગીર સોમનાથ: ઉના-ભાવનગર રોડ પર ગોઝારો અકસ્માત, 4નાં મોત

News18 Gujarati
Updated: August 5, 2018, 5:39 PM IST
ગીર સોમનાથ: ઉના-ભાવનગર રોડ પર ગોઝારો અકસ્માત, 4નાં મોત
ઉના-ભાવનગર રોડ પર ગમખ્વાર અકસ્માત

ગીર સોમનાથ: ઉના ભાવનગર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યું થઈ જવાના સમાચાર મળી રહ્યાં છે.

  • Share this:
ગીર સોમનાથ: ઉના ભાવનગર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યું થઈ જવાના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માત ગાડી ઝાડ સાથે અથડાવવાના કારણે સર્જાયો છે. જો કે, હજુ સુધી તે વાતનો ખુલાસો થયો નથી કે, ગાડીના ડ્રાઈવરે કોઈને બચાવવા માટે ગાડી રોડની નીચે ઉતારી લીધી કે, અન્ય કોઈ કારણસર ડ્રાઈવરે ગાડી પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર અન્ય ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ સમાચાર લખાય છે, ત્યાર સુધી લોકોની ઓળખ થઈ શકી નહતી. જો કે, ગાડી સુરત પાર્સિંગની હતી, જેમાં 06 લોકો સવાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં ગાડી પુરી રીતે તૂટી ગઈ હતી. ગાડીમાંથી લોકોને મહામહેનતે કાઢીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા.

Accident, Una,Bhavnagar
ઉના-ભાવનગર રોડ પર ગમખ્વાર અકસ્માત


અકસ્માત થતાં આજું બાજુના લોકો દોડી આવ્યા હતા, જેમણે 108ને જાણ કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જો કે, આ ગોઝારા અકસ્માતમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા.
First published: August 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading