Home /News /kutchh-saurastra /

આ સપ્તાહ દિગ્ગજોનો ગુજરાતમાં જમાવડો, કેજરીવાલ આજથી બે દિવસ તો પીએમ મોદી બે દિવસ બાદ આવશે

આ સપ્તાહ દિગ્ગજોનો ગુજરાતમાં જમાવડો, કેજરીવાલ આજથી બે દિવસ તો પીએમ મોદી બે દિવસ બાદ આવશે

પીએમ મોદી અને અરવિંદ કેજરીવારની ફાઇલ તસવીર

Gujarat Election 2022 update: રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણી આવી રહી છે. ત્યારે હાલ રાજકીય નેતાઓના ગુજરાતની મુલાકાત વધી રહી છે. આ સપ્તાહમાં પણ ભાજપ અને આપના મોટા નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

    અમદાવાદ : રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણી આવી રહી છે. ત્યારે હાલ રાજકીય નેતાઓના ગુજરાતની મુલાકાત વધી રહી છે. આ સપ્તાહમાં પણ ભાજપ અને આપના મોટા નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે રાજકોટ (Arvind Kejriwal Saurashtra Visit) એરપોર્ટ પર પહોંચશે. જે બાદ 26મી તારીખે સોમનાથ મહાદેવના દર્શન (Somnatha Mahadev darshan) કરશી અને બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) પણ 28 અને 29 જુલાઈએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat visit) આવી રહ્યા છે.

    કેજરીવાલ સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે

    આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતી ઘડવા માટે વારંવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે આપના કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે, કેજરીલાવ બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. 25મીએ હિમાચલથી ચાર્ટડ પ્લેનમાં તેઓ સીધા રાજકોટ એરપોર્ટ આવશે. આજે સાંજે તેમનો કોઇ કાર્યક્રમ નથી. એરપોર્ટ પરથી તેઓ ચાર્ટડ પ્લેનમાં જ કેશોદ જવા રવાના થશે. જ્યાંથી તેઓ રોડમાર્ગે સોમનાથ જશે અને ત્યાં રાતે રોકાશે. જે બાદ મંગળવારે સવારે સોમનાથ દાદાના દર્શન કરશે.જે બાદ બપોરે ઉદ્યોગકારો અને વેપારીઓને મળશે.

    આ પણ વાંચો: વરસાદમાં મોઢેરાના સૂર્ય મંદિરના આ દ્રશ્યો મન મોહી લેશે

    પીએમ બે દિવસ ગુજરાત મુલાકાતે

    પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જોકે, ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો. હવે તે જ તમામ કાર્યક્રમ ફરીથી યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી અગાઉ રદ કરેલા કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી 28 અને 29 જુલાઇ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે

    વડાપ્રધાન મોદીના ગાંધીનગરના કાર્યક્રમની વાત કરીએ તો, તેઓ GIFT સિટીની પણ મુલાકાત લેશે. GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. જે પછી આખો નવો યુગ શરુ થયો છે. વડાપ્રધાન ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે. એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત હશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, Gujarat Visit, અરવિંદ કેજરીવાલ, આપ, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन