Home /News /kutchh-saurastra /Arvind Kejriwal in Saurashtra: અરવિંદ કેજરીવાલે સોમનાથા દાદાના દર્શન કર્યા, ગુજરાતના વેપારીઓ માટે જાહેર કરી આ 5 ગેરંટી
Arvind Kejriwal in Saurashtra: અરવિંદ કેજરીવાલે સોમનાથા દાદાના દર્શન કર્યા, ગુજરાતના વેપારીઓ માટે જાહેર કરી આ 5 ગેરંટી
અરવિંદ કેજરીવાલે સોમનાથ દાદાના દર્શન કર્યા.
Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, 'ગુજરાતમાં ભાજપને સત્તામાં રહ્યાને 27 વર્ષ થયા, પરંતુ તેમા એક તરફી ભાષણ હશે, આપણે કરીએ છીએ બેતરફી વાત ક્યારેય નહીં કરી હોય. આજે તમારી વાત મુખ્યમંત્રી અને પાટિલ સાહેબ પણ બેસીને શાંતિથી સાંભળી રહ્યા હશે.
રાજકોટ : રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણી (Gujarat Election 2022) આવી રહી છે. ત્યારે હાલ રાજકીય નેતાઓના ગુજરાતની મુલાકાત વધી રહી છે. હાલ આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે. તેઓએ આજે સોમનાથ મહાદેવના દર્શન (Somnatha Mahadev darshan) કર્યા હતા.
બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે તેમણે બેઠક પણ કરી હતી. જેમા તેમણે જણાવ્યું કે, 'ભાજપે એવો માહોલ ઊભો કર્યો છે કે, વેપારી ચોર છે, જ્યારે હકીકતમાં વેપારીઓ ઇમાનદારીથી ટેક્સ ભરવા માંગે છે. 2015માં દિલ્હીનું બજેટ 30,000 કરોડ હતું, 7 વર્ષ પછી તે 75,000 કરોડ થયું છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા જ ટેક્સ ભરવામાં આવતો હતો.વેપારીઓ પર વિશ્વાસ કરતા શીખો.'
હર હર મહાદેવ🙏🏻
આજરોજ સોમનાથ ખાતે દિલ્લીના મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal જીએ જ્યોર્તિલિંગના દર્શન-અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી સૌને સમૃદ્ધિ અને સુખ-શાંતિ અર્પે તેમજ જનસેવાના કાર્યો કરવાની શક્તિ અર્પિત કરતા રહે એવી પ્રાર્થના કરી. pic.twitter.com/zpmduSmQIE
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 26, 2022
કેજરીવાલનો ભાજપ પર કટાક્ષ
અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, 'ગુજરાતમાં ભાજપને સત્તામાં રહ્યાને 27 વર્ષ થયા, પરંતુ તેમા એક તરફી ભાષણ હશે, આપણે કરીએ છીએ બેતરફી વાત ક્યારેય નહીં કરી હોય. આજે તમારી વાત મુખ્યમંત્રી અને પાટિલ સાહેબ પણ બેસીને શાંતિથી સાંભળી રહ્યા હશે. તો મને લાગે છે કે, તમારી બે ચાર વાતો પર તો થોડા દિવસમાં જ અમલ થઇ જ જશે.'
અરવિંદ કેજરીવાલે ગુજરાતના વેપારીઓને 5 ગેરંટી આપી હતી. જે નીચે પ્રમાણે છે. 1. ડરનો માહોલ પૂર્ણ કરી દેવામાં આવશે, નીડરતાની સાથે વેપારીઓ પોતાનો વ્યવસાય કરી શકશે. 2. વેપારીઓને સન્માન આપવામાં આવશે, સરકારી કચેરીઓમાં તેનું સન્માન કરવામાં આવશે. 3. ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવામાં આવશે. 4. ટેક્ષના 6 માસ જૂના રિફંડ અપાવીશું, ટેક્ષમાં સરળીકરણ લાવીશું. 5. સરકાર પોતાના ભાગીદાર તરીકે વેપારીઓને સંમલિત કરશે.
व्यापार गुजरात की पहचान है और व्यापारी वहाँ की अर्थव्यवस्था की सबसे बड़ी ताक़त। गुजरात के सभी व्यापारी भाइयों के साथ राजकोट में टाउनहॉल कार्यक्रम | LIVE https://t.co/6Z7HWhc9hO
તેમણે વધુમાં જણાવ્યુ કે, સુરતમાં વેપારીઓએ મને બોલાવ્યો હતો. કાર્યક્રમના એક દિવસ પહેલા આયોજકોએ કહ્યું અમને ધમકી મળી રહી છે. અમારું હોલનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. તેમણે વધુમા કહ્યુ કે, દિલ્હીમાં પ્રોફેશનલ ટેક્ષ લેવામાં નથી આવતો MSME વેપાર જગતની કરોડ રજ્જૂ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર