Video: સાસણમાં આમિર ખાન મેરેજ એનિવર્સરી પહેલા થયો રોમાન્ટિક ગાયુ ગીત, 'તુમ બિન...'

આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે

સવારે 7 વાગ્યેથી 9:30 વાગ્યા સુધી જંગલમાં સમય વિતાવ્યો હતો. તેમણે એક રૂટ પર જુદા-જુદા ચાર સ્થળે 13 સિંહ નિહાળ્યાં હતાં.

  • Share this:
    અતુલ વ્યાસ, ગીર : આમિર ખાન પત્નિ કિરણ રાવ (Aamir khan and Kiran Rao) અને પરિવાર સાથે સાસણમાં (Gir Sasan) 15મી લગ્નની વર્ષગાંઠ (Wedding Anniversary) ઉજવવા શનિવારે પહોચ્યા હતા. રાત્રીનાં રોકાણ બાદ રવિવારે વહેલી સવારે સિંહ દર્શન માટે સફારી (Gir National Park) પાર્કમાં જવા રવાના થયા હતા. સવારે 7 વાગ્યેથી 9:30 વાગ્યા સુધી જંગલમાં સમય વિતાવ્યો હતો. તેમણે એક રૂટ પર જુદા-જુદા ચાર સ્થળે 13 સિંહ નિહાળ્યાં હતાં.

    આમિર ખાન તેમની પત્નિ, બાળકો અને અન્ય પરિવારનાં સદસ્યો મળી 50નો કાફલો સાથે આવ્યો છે. સિંહ નિહાળ્યાં બાદ આમિર ખાને કહ્યું હતું કે, અત્યાર સુધી સાસણ અને સિંહની વાતો સાંભળી હતી. પરંતુ આજે તેનાથી પણ વધારે સુંદર જોવા મળ્યું છે.

    દીકરા આઝાદ સાથે આમિર ખાન


    રાત્રીનાં સમયે આમિર ખાને પત્નિ માટે એક રોમાન્ટિક ગીત ગાયુ હતું. તેના માટે હોટલમાં એક મ્યુઝિકલ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.

    પરિવાર સાથે આમિર


    આ પાર્ટીમાં આમિર ખાને ગીત ગાયા હતાં. તેમાંથીએક ગીત 'તુમ બીન જાઉં કહા' ગીત ગાયું હતું.

    સિંહ દર્શન બાદ આમીરખાતે જણાવ્યું હતું કે 28 ડિસે.ના મારી મેરેજ એની વર્સરી છે. તેના અનુસંધાને અમે ગીર આવ્યા છીે. ગીર વિશે જે સાંભળ્યું હતું. તેમાંથી પણ વિશેષ સ્થળ છે. આજે સિંહ જોવાનો ખુબ આનંદ આવ્યો સિંહને તેણે રોયલ પ્રાણી ગણાવી આ પ્રાણી ભારતનું ગૌરવ હોવાનું લોકોને એક વાર આ રોયલ પ્રાણીને નિહાળવા જરૂર ગીરની મુલાકાતે આવવા જણાવ્યું હતું
    Published by:Kaushal Pancholi
    First published: