દિનેશ સોલંકી, ગીર સોમનાથ: રાજ્યમાં લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થો હતો, પરંતુ જેમ-જેમ લોકડાઉન બાદ છૂટ મળવા લાગી તેમ ફરી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વાહન ચાલકની નજીવી ભૂલને કારણે કમોતે મોત થતા અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ એક અકસ્માતની કાળજુ કંપાવી નાખે તેવી ગટના ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાંથી સામે આવી છે. જેમાં ચાર બહેનોના એકના એક ભાઈનું અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના વિરોડર ગામમાં રહેતા દેવેન્દ્ર કનુભાઈ ગાધે (23) પોતાના પશુ લઈ ચરાવવા માટે ગયો હતો આ સમયે એક કાળમુખી ટ્રકે યુવાનને અડફેટે લીધો હતો. જેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
વિગતે ઘટનાની વાત કરીએ તો, દેવેન્દ્ર કનુભાઈ ગાધે નામનો યુવાન સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામનો રહેવાસી છે. તે પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તે પોતાના પશુઓને રોજની જેમ લઈ વગડે ચરાવવા માટે નીકળ્યો હતો, આ સમયે બોરવાવ ગામના પાટીયા નજીક ફૂલ સ્પીડે આવી રહેલા ટ્રકે યુવાનને અડફેટે લઈ રોડ પર જ ફંગોળી દીધો હતો. આ દુર્ઘટનામાં યુવાન રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની લોકોને જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ડક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ યુવાનના પરિવારને થતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યાનું દુખ આવી પડ્યું છે. તમને જણાવની દઈએ કે, આ પરિવારમાં આ યુવાન સિવાય ઘરમાં કોઈ પુરૂષ ન હતો. ચાર બહેનોના લાડકવાયા ભાઈનું મોત થતા બહેનોનું હૈયાફાટ રૂદન જોઈ ભલભલાના આંખમાંથી આંસુ આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
જ્યારે યુવાનની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે આખુ ગામ સ્મશાનયાત્રામાં ઉમટ્યું હતું. ઘરમાં કોઈ પુરૂષ ન હોવાથી ચારે બહોનેએ જ પોતાના લાડકવાયાભાઈને કાંધ આપી હતી. આ કરૂણ દ્રશ્ય જોઈ ગ્રામજનોના આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા, અને પુરા ગામમાં ગમગીન માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર