Home /News /kutchh-saurastra /Gir Somnath: અહીં બાળકો ભણે છે બચતના પાઠ, સ્કૂલ સંચાલકોએ એવી વ્યવસ્થા કરી કે વાલીઓ પણ થયા ખુશ

Gir Somnath: અહીં બાળકો ભણે છે બચતના પાઠ, સ્કૂલ સંચાલકોએ એવી વ્યવસ્થા કરી કે વાલીઓ પણ થયા ખુશ

આજોઠા

આજોઠા કન્યા શાળામાં બચત બેંક કાર્યરત 

વેરાવળના આજોઠામાં આવેલ કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સાથે નવતર અભિગમ અપનાવ્યો છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓના  સ્ટેશનરી ખર્ચ અને આગળ અભ્યાસ માટે બચત બેંક કાર્યરત છે. આ બેંકમાં છાત્રો સપ્તાહમાં એક દિવસ ઓછામાં ઓછા રૂપિયા 10 તેના ખાતામાં જમા કરાવે છે. 

વધુ જુઓ ...
    Bhavesh Vala Gir Somnath : શાળામાં પ્રવાસ પર્યટન થતો હોય છે. ત્યારે ઘણા બાળકોને પ્રવાસમાં જવું હોય પણ વાલીઓ ફી ભરવા સક્ષમ ન હોય ત્યારે શાળાના સ્ટાફને વિચાર આવ્યો કે શાળામાં જ બાળકોમાં બચત બેંકની યોજના શરૂ કરી તો બાળકો તેના સ્ટેશનરી ખર્ચ, પ્રવાસ પર્યટન અને આગળ અભ્યાસ માટે બચત કરેલ રકમનો ઉપયોગ કરી શકે છે.  અહીંની શાળામાં ધોરણ 1 થી 8 માં 229 છાત્રો અભ્યાસ કરે છે. શાળામાં છાત્રોને મૂલ્યનું શિક્ષણ આપવામાં આવે છે. અહીં રામહાર્ટ, અક્ષયપાત્ર, ખોયાપાયા, પ્રશ્ન પેટી અને બચત બેંક જેવી મૂલ્યવર્ધક પ્રવૃત્તિ થઈ રહી છે.

    બચત બેંક યોજનામાં શાળામાં 157 ખાતા છે. જે વિદ્યાર્થીઓના યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા છે. તેમાં બાળકોએ એક અઠવાડિયામાં ઓછામાં ઓછા રૂપિયા 10 અને વધુમાં વધુ જેટલા બાળકો પોતાની રીતે જમા કરાવી શકે છે. તેના માટે શાળાએ સપ્તાહનો એક વાર નક્કી કર્યો છે. અહીં મંગળવારે છાત્રો બચત બેંકની બુક લઈ આવે છે. અને જેટલા રૂપિયા જમા કરાવવા માંગતા હોય તે તેના બચત ખાતામાં જમા કરાવે છે. શાળા દ્વારા તેની બુકમાં નોંધ કરીએ છે. મંગળવારે વિદ્યાર્થીઓએ જમા કરાવેલા પૈસા શાળાના બેંકના ખાતામાં જમા કરાઇ છે. એપ્રિલથી માર્ચ સુધી જેટલી રકમ થઈ હોય તેનું એક વર્ષ માટે એફ. ડીમાં મુકી દેવાય છે. જે રીટન આવે ત્યારે જે વિદ્યાર્થીઓની જેટલી રકમ જમા થઈ હોય તેમા વ્યાજ સહિત એ વિદ્યાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

    વિદ્યાર્થીના બચત ખાતામાં જમા થયેલી રકમ તેને આગળ અભ્યાસ માટે અને સ્ટેશનરી ખર્ચ માટે ઉપયોગ આવે છે. તેમજ બાળકો પ્રવાસ પર્યટનનો લાભ મેળવી શકે છે. વધુમાં કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશભાઈ વાઢીયાએ જણાવ્યુ હતું કે અહીંની શાળામાં પાટણ, કાજલી, બાદલપરા, લાટી, કુકરાસ, સુંદલપરા અને ઉંબરી જેવા ગામોમાંથી પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે. તેમજ શાળામાં સ્માર્ટ ક્લાસ રૂમ, સીસીટીવી કેમેરા સજજ છે. ઉપરાંત શાળામાં થતી પ્રવૃત્તિ અંગે વાલીઓને મેસેજ મારફત જાણ કરવામાં આવે છે. બચત બેંક યોજના જેવી અનેક મૂલ્યવર્ધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Bank, Gir-somnath, School, Students

    विज्ञापन
    विज्ञापन