અશક્ત-પથારીવસ વ્યક્તિએ મતદાન કરી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું

શારીરિક અશક્ત મતદારોએ પણ ઉત્સાહ ભેર મતદાનમાં ભાગ લીધી હતો...

શારીરિક અશક્ત મતદારોએ પણ ઉત્સાહ ભેર મતદાનમાં ભાગ લીધી હતો...

  • Share this:
ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. દરેક મતદારે ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણી કરવી જોઇએ. 'મારા એક મતથી શું ફેર પડવાનો છે?' એવુ વિચારતા મતદારો અને 'તમારો એક મત મને નહિ મળે તો શું ફેર પડવાનો છે? તેવા લોકો માટે આ વ્યક્તિ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

તમને જાણીને-જોઈને નવાઈ લાગશે કે, કોઈ માણસ મતદાન કરવા માટે આવી સ્થિતિમાં પણ જાય. હા આવું બન્યું છે. સૌરાષ્ટ્રની સોમનાથ બેઠક પર, અહીં એક અશક્ત-લકવાગ્રસ્ત વ્યક્તિ ચાર લોકોની મદદથી મતદાન કેન્દ્ર પર મત આપવા ગયા.

મળતી માહિતી મુજબ, સોમનાથ વિધાનસભા બેઠક પર શારીરિક અશક્ત મતદારોએ પણ ઉત્સાહ ભેર મતદાનમાં ભાગ લીધી હતો. છેલ્લા 5 વર્ષથી પથારીવસ જીવન જીવી રહેલા બાલકૃષ્ણ ત્રિવેદી દ્વારા અન્ય સહાયકોની મદદથી મતદાન કર્યું હતું. મતદાન કાર્ય બાદ બાલકૃષ્ણભાઈએ તમામ મતદારોને તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને દેશની લોકશાહી પરંપરાને મજબૂત કરવાની સૂચન કર્યું હતું.
First published: