Home /News /kutchh-saurastra /Gir Somnath: આ શાળામાં લોકભાગીદારીથી શરૂ કરાઇ લાઇબ્રેરી, સ્માર્ટ ટીવી સહિતની છે સુવિધા

Gir Somnath: આ શાળામાં લોકભાગીદારીથી શરૂ કરાઇ લાઇબ્રેરી, સ્માર્ટ ટીવી સહિતની છે સુવિધા

પ્રાથમિક

પ્રાથમિક શાળામાં પુસ્તકાલયમાં વાંચન કરતા છાત્રો

પીપળવા ગામની પ્રાથમિક શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને બાળકો માટે લોકભાગીદારીથી પુસ્તકાલયની સ્થાપના કરાય છે. અહીં ગ્રામજનોએ લાઇબ્રેરી માટે રૂ. 102500 ફંડ શાળામાં અર્પણ કર્યું હતું. 

    Bhavesh Vala, Gir Somnath : શાળાના આચાર્યએ યુવાનો અને બાળકો માટે લાઇબ્રેરી શરૂ કરવા માટે ગ્રામજનો સમક્ષ વિચાર રજૂ કર્યો હતો. અને ગ્રામજનોએ પણ મન મૂકીને ફંડ આપ્યું હતું. તાલાલાના પીપળવા પ્રાથમિક શાળામાં લોક ભાગીદારીથી પુસ્તકાલય શરૂ કરાઇ છે.  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે. ત્યારે ઘણા બધા ખર્ચથી પુસ્તકો મળતા હોય છે. તો ક્યારેક અમુક પુસ્તકો મળતા પણ નથી. તેમજ આજે મોબાઇલે પુસ્તકની જગ્યા લય લીધી છે. તે જોઈને વિચાર આવ્યો કે ગામના યુવાનો માટે અને શાળાના બાળકો માટે ગ્રામ્યકક્ષાની શાળામાં જ પુસ્તકાલય જરૂરી છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ ગ્રામજનો સમક્ષ પુસ્તકાલયનો વિચાર રજૂ કર્યો હતો.

    50 હજારના 500 જેટલા પુસ્તકોની ખરીદી કરવામાં આવી

    પીપળવા ગામના યુવાનો અને વડીલોએ આ નિર્ણયમાં સહકાર આપ્યો હતો. કોઈએ જન્મ દિવસ કે પછી નવા વાહનની ખરીદીમાં ખુશી ભેટે રૂ. 250 થી માંડી 11 હજાર સુધીનો લોક ફાળો આપ્યો હતો. અત્યાર સુધીમાં પુસ્તકાલય માટે રૂ. 102500 જેટલુ ફંડ એકત્રીત થયું છે. આ ખર્ચથી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય શરૂ કર્યું છે. જેમાં નવલકથાઓ, જનરલ નોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો છે. શાળામાં 45 થી 50 હજારના 500 જેટલા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ગામના યુવાનો અને વડીલો ની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને પુસ્તકોની ખરીદી કરાશે. અત્યારે લાઇબ્રેરીમાં સરકાર તરફથી મળેલા 900 જેટલા અને ગ્રામજનોની લોકભાગીદારીથી મળેલ 500 પુસ્તક મળી કુલ 1400 જેટલા પુસ્તકો છે.

    લાઇબ્રેરીમાં બધાનો સહયોગ છે

    પુસ્તકાલયથી યુવાનોને ઘણું પ્રોત્સાહન મળશે પીપળવા ગામના અગ્રણી ભીમશીભાઇ વાઢીયાએ જણાવ્યું હતું કે શાળાના આચાર્યએ લોકભાગીદારીથી લાઇબ્રેરી શરૂ કરી છે. તેનાથી યુવાનો અને વડીલોને ઘણું પ્રોત્સાહન મળશે. આ પુસ્તકાલયમાં નવલકથા, જનરલ નોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો છે. જેના કારણે યુવાનોનો ફાયદો થશે.લોકોને નવું નવું શીખવા મળશે પીપળવાના યુવાન રોહિતભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે. જે બહુ ઉપયોગી છે. હું પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરૂ શું, લાઇબ્રેરીમાં બધાનો સહયોગ છે. ના કારણે લોકોને નવું નવું શીખવા મળશે.

    એન્ડ્રોઇડ ટીવીના માધ્યમથી સ્માર્ટ ક્લાસ તૈયાર કર્યા

    પીપળવા પ્રાથમિક શાળાની વિવિધ વિશેષતા પીપળવા પ્રાથમિક શાળાના આચાર્ય વરજાંગભાઇ નંદાણીયાએ જણાવ્યું હતું કે ધોરણ 1 થી 8 ધોરણના 115 કુમાર અને 99 કન્યા મળી કુલ 225 બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ 6,7 અને 8 માં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ છે. સ્માર્ટ ક્લાસ છે. ઉપરાંત ધોરણ 3, 4 અને 5 માં એન્ડ્રોઇડ ટીવીના માધ્યમથી સ્માર્ટ ક્લાસ તૈયાર કર્યા છે. તેમજ 2018 માં શાળાને 100 ટેબ્લેટ મળ્યા હતા. તેનો બાળકો ઉપયોગ કરે છે. આ ઉપરાંત છેલ્લા 8 ગુણોત્સવથી શાળાને એ ગ્રડ મળેલ છે. છેલ્લે એસ.આઇ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે શાળાને 100 ગુણમાંથી 81.33 ગુણ સાથે ગ્રીન ઝોનમાં સમાવેશ થયો હતો.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन