Bhavesh Vala Gir Somnath : ગીર પંથકમાં કેસર કેરીનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીંની કેસર કેરી પ્રસિદ્ધ છે. ત્યારે તાલાલાના વાડલા ગામે 50 વર્ષીય ખેડૂતે આંબાવાડીમાં હળદર અને ઔષધી પીપળીનું વાવેતર કર્યું છે. સાથે સાથે આંબાના બાગમાં અન્ય સંયુક્ત પાકનું વાવેતર કરી વધુ કમાણી કરે છે. અહીંના ખેડૂત વિઠ્ઠલભાઈ સંઘાણી હળદરના પાકમાંથી જાતે પાઉડર તૈયાર કરે છે. અને તેનું વેચાણ કરે છે. તેમજ તેના ખેતરમાં રતાળુ, બ્રામ્હી, કેળા, સરગવો જેવા સંયુક્ત પાક પણ જોવા મળે છે. 10 વીઘા આંબાવાડીમાં 200 જેટલા આંબાના વૃક્ષ આવેલ છે. 2 વીઘા જમીનમાં હળદરનું વાવેતર છે. અને આંબાની વચ્ચે વચ્ચે ઔષધી પીપલીનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી 50 વર્ષીય આ ખેડૂત આંબાવાડીમાં સંયુક્ત પાકનું વાવેતર કરે છે.
વાડલા ગીર ગામના 50 વર્ષીય ખેડૂત વિઠ્ઠલભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે આંબાની વચ્ચે વચ્ચે સંયુક્ત પાક તરીકે હળદર, પીપલીનું વાવેતર કર્યું છે. ઉપરાંત બાગમાં ઔષધી ઘણા છે. જેમાં બ્રામ્હી, સતાવરી, અડુસી, કેળા, સેતુર, જામફળ, સીતાફળ, લીંબુ, નાળિયેર મિશ્ર પાક તરીકે વાવેલા છે.
છેલ્લા ત્રણ વર્ષથી આ ખેતી કરૂ શું. ગત વર્ષે 97 કિલ્લો હળદરના પાઉડરનું ઉત્પાદન મેળવ્યું હતું. હળદરમાંથી જાતે પાઉડર બનાવી રૂપિયા 250 માં વેચાણ કરવામાં આવે છે. પણ પીપલીનું વાવેતર ગત વર્ષે નિષ્ફળ નીવડ્યું હતું. પણ ચાલુ વર્ષે તેમાં સારૂ ઉત્પાદન આવ્યું છે.
આંબાવાડીમાંથી દર વર્ષે 8 થી 10 લાખની કમાણી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માલજીંજવામાં પાંડુરંગ શાસ્ત્રી પ્રેરીત ક્ષ મંદિર આવેલું છે. ત્યા અવાર નવાર પ્રયોગમાં જતા હતા. એમાંથી તેમને પ્રેરણા મળી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી અંગે શિબિરમાં પણ ભાગ લીધો હતો. હળદરની ખેતી કરવા માટે તેમણે ગોધરાથી બિયારણ મંગાવ્યું હતું. તદુપરાંત ઔષધી પીપલીનું બિયારણ સાસણt ગીરથી લય આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી આંબાવાડીમાં હળદરની ખેતી કરે છે.
જાતે જ તેમાંથી પાઉડર બનાવી વેચાણ કરે છે. 50 વર્ષીય ખેડૂત આંબાના પાકમાં સંયુક્ત પાકનું વાવેતર કરી વધુ કમાણી કરે છે. આંબાવાડીમાં થોડું ઘણું શાકભાજીનું વાવેતર પણ જોવા મળે છે. 10 વીઘા આંબાવાડીમાં જુદા જુદા પ્રકારના વાવેતર કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર