Home /News /kutchh-saurastra /Gir Somnath: વેરાવળના મેઘપુર ગામે લમ્પી વાયરસનાં કારણે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો
Gir Somnath: વેરાવળના મેઘપુર ગામે લમ્પી વાયરસનાં કારણે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો
715 જેટલા પશુઓનું રસીકરણ કરાયું
વેરાવળ તાલુકાના મેઘપુર ગામે પણ ગ્રામ પંચાયત અને પશુપાલન વિભાગ (Department of Animal Husbandry) અને ખાનગી કંપનીના સહયોગથી પશુઓમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી
Bhavesh Vala, Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસના (Lumpy Virus) રોગે દેખા દીધી છે. આ રોગ ગાય અને ભેંસ જેવા પશુઓમાં જોવા મળે છે. જેના કારણે પશુપાલકો ચિંતાતુર બન્યા છે. આવા સમયે લમ્પી વાયરસના રોગને વધુ પ્રસરતો અટકાવવા માટે પશુઓમાંવેકસીનેશન (Vaccination)ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન વિભાગની જુદી જુદી ટીમ કાર્યરત છે. ત્યારે વેરાવળ તાલુકાના મેઘપુર ગામે પણ ગ્રામ પંચાયત અને પશુપાલન વિભાગ (Department of Animal Husbandry) અને ખાનગી કંપનીના સહયોગથી પશુઓમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અહીં ટીમ દ્વારા જુદીજુદી વાડી વિસ્તારમાં ઘરે ઘરે જઈ 715 જેટલા પશુઓનું રસીકરણ કર્યું હતું.
મેઘપુર ગામના સરપંચ સાગરભાઇ વાજાએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પશુમાં ફેલાતા લમ્પી વાયરસના કારણે જિલ્લા પશુપાલન વિભાગ અને જન સેવા ટ્રસ્ટ વેરાવળના સંયુક્ત ઉપક્રમે પશુઓમાં વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અહીં ગામના નયનભાઈ વાળા અને પશુ ડોક્ટરની ટીમ દ્વારા પાંચ દિવસ સુધી વાડી વિસ્તારમાં બાઈક જેવા વાહનોલઇ ઘરેઘરે જઈ પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. અહી બીમાર પશુઓ, સગર્ભા પશુઓનું રસીકરણ કરાયું ન હતું.
ઉપરાંત કેટલાક પશુપાલકોએ તેના પશુને કોઈ કારણોસર રસી આપવાની ના પાડી હતી. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે જઈ 715 જેટલા પશુનું રસીકરણ કર્યું હતું.મેઘપુર ગામમાં પશુઓમાં વેક્સીનેશનની 95 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
વધુમાં સરપંચે જણાવ્યું હતું કે લમ્પી વાયરસની ગંભીરતાને સમજી અને તાત્કાલિક ગામમાં પશુ વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ પંચાયત હેઠળ આવતા વાડી વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો હતો. અને સ્થળ પર જ પશુમાં રસીકરણ કરાયું હતું.
તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં અત્યારની સ્થિતિએ 35458 જેટલા પશુનું રસીકરણ કરાયું છે. જિલ્લા પશુપાલન અધિકારી ડો. ડી. એમ. પરમારે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 114 જેટલા ગામોમાં 80 ટકા પશુ રસીકરણ કરાયું છે. આ ઉપરાંત તારીખ 5 અને 6 ઓગસ્ટના રોજ પશુ વેક્સીનેશન માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેમાં દરેક તાલુકામાં 10 ટીમો કાર્યરત રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર