Home /News /kutchh-saurastra /Gir Somnath: સોમનાથમાં દરિયાઈ ભરતીને અટકાવતો બંધ બન્યો

Gir Somnath: સોમનાથમાં દરિયાઈ ભરતીને અટકાવતો બંધ બન્યો

X
દરિયાઈ

દરિયાઈ ભરતીને અટકાવતો બંધ 

દરિયાકાંઠે વસેલા ગામડાઓમાં 12 વર્ષ પહેલા ખેડૂતોને ખારા પાણીની ચિંતા સતાવી રહી હતી

    Bhavesh Vala, Gir Somnath: દરિયા અને ત્રિવેણી સંગમ વચ્ચે બંધ (Dam) બનતા દરિયાના ખારા પાણી નદીમાં આવતા બંધ થયા હતા. જેના કારણે બાદલપરા, લાટી, કાજલી અને પ્રભાસ પાટણના અનેક ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થયો છે. અત્યારે ખેડૂતો નદીના મીઠા પાણીમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને વેરાવળ (Veraval) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયત પાક નાળિયેરી ઉપરાંત મગફળી, બાજરી, અડદ અને ઘાસચારાનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. પણ દરિયાકાંઠે વસેલા ગામડાઓમાં 12 વર્ષ પહેલા ખેડૂતોને ખારા પાણીની ચિંતા સતાવી રહી હતી. બાદલપરા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ સોલંકીએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલા દરિયાઈ ભરતીના કારણે ખારા પાણી નદીમાં આવતા હતા.

    જેના કારણે બાદલપરા, કાજલી, લાટી અને પ્રભાસ પાટણ સહિતના વિસ્તારમાં ખારા પાણીની સમસ્યા ખેડૂતોના માથાના દુ:ખાવા સમાન બની હતી. આ ઉપરાંત ત્રિવેણી સંગમમાં પણ ખારા પાણી ભરાયેલા રહેતા હતા. ખારા પાણીથી ચા પણ બનતો ન હતો.પણ 2010માં સરકાર દરિયા અને ત્રિવેણી સંગમ પર બંધનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના પગલે બાદલપરા, લાટી, કાજલી અને પ્રભાસ પાટણના ખેડૂતોને ફાયદો થયો છે. જે પાણી ખારા થઈ જતા હતા. તે અત્યારે ભાંભરા થતા મીઠા પાણી થઈ ગયા છે. જે ખેડૂતો માટે હિતાવહ છે. પહેલા બંધના અભાવે ચોમાસાની સિઝનમાં પણ નદીમાં ખારા પાણી થઈ જતા હતા.અને નદીમાં આવેલું મીઠું પાણી બગડી જતું હતું.ખેડૂતોને હાલાકી વેઠવી પડતી હતી. પણ દરિયા અને ત્રિવેણી સંગમ પર બંધ થવાથી નદીમાં પણ અત્યારે મીઠા પાણી ભરાયેલા રહે છે.

    આ પણ વાંચો:   નિરાધારનો આધાર બન્યું માનવ સેવા ટ્ર્સ્ટ; તરછોડાયેલા લોકોની કરે છે અદભૂત સેવા

    અત્યારે ખેડૂતો પાકની બે સિઝન લઈ રહ્યા છે. ઉત્પાદન પણ સારૂ મેળવી રહ્યા છે. ઉપરાંત પ્રવાસીઓ ત્રિવેણી સંગમ ખાતે આવતા હતા. અને તેને ખારા પાણીમાં પણ સ્નાન કરવું પડતું હતું. પણ અત્યારે ત્રિવેણી સંગમ ખાતે આવતા લોકો પણ મીઠા પાણીમાં સ્નાન કરી શકે છે.નદીમાં દરિયાઈ ભરતી ઓસરતા અટકતા 300 જેટલા હેક્ટરમાં ખેડૂતોને ફાયદો થયો છે. જેમાં બાદલપરા, કાજલી, લાટી અને પ્રભાસ પાટણનો સમાવેશ થાય છે.અત્યારે અહી લોકો નદીનું પાણી ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લઇ શકે છે.દરિયાઈ ભરતી અટકતા ખેડૂતોની ચિંતા મુક્ત બન્યા હતા.
    First published:

    Tags: Gir Somnath news, Gir Somnath Samachar, ગીર સોમનાથ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો