દિનેશ સોલંકી, ગીર સોમનાથ: જિલ્લાના ઉના નજીકના નવા બંદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામમાં 40 વર્ષના નરાધમે બાર વર્ષની કુમળી બાળા પર દુષ્કર્મ ગુજાર્યાની નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. ફરિયાદ બાદ પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના નવા બંદર ખાતે એક નરાધમે બાર વર્ષની બાળાને પીંખી મોતને ઘાટ ઉતાર્યાને એકાદ માસ જેવો જ સમય થયો છે અને તેમની હજુ શાહી પણ ભૂસાય નથી ત્યાં ફરી એકવાર ગીરના ગામડામાં બીજો બનાવ સામે આવ્યો છે, જેમાં ઉનાના એક ગ્રામ્ય વિસ્તારમાં એક આઠમા ધોરણમાં અભ્યાસ કરતી બાળા શાળાએ જતી હતી અને રસ્તામાં એક પાલડી ગામના યુવાને બાળાને શાળા તરફ જતો હોવાનું કહી શાળાએ છોડી દઈશ તેમ કહી બાઇકમાં બેસવા કહ્યું હતું, અને બાળાને પણ અભ્યાસ અર્થે શાળા જવા મોડું થતું હોવાને કારણે પાલડી ગામના કાના સોલંકી નામના વ્યક્તિની બાઇકમાં બેસી ગઈ હતી.
જોકે થોડે દૂર જતાં નરાધમની નિયત બગડી અને બાળાને એક રસ્તામાં આવતા મંદિર નજીકમાં પીંખી નાખી હતી. ત્યારબાદ બાળાની માતા દ્વારા નવાબંદર પોલીસમાં ફરિયાદ નોધાવતા અને આ વાત વાયુ વેગે પ્રસરી જતાં સમગ્ર ગીર પંથકમાં રોષ સાથે ફીટકારની લાગણી વરસી રહી છે.
આ મામલે સગીરાની માતાએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે ગણતરીના સમય મા આરોપી કાનાને ઝડપી લીધો હતો. આરોપી નજીકના પાલડી ગામનો કાના ઉર્ફે બટર લાખાભાઈ સોલંકી ઉ.40 હોય જેને પોક્સો, 376 સહીતની કલમો સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દીવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર