Bhavesh Vala, Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામા શેરડીનું વાવેતર જોવા મળે છે. જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ2020-21માં જિલ્લામાં 4500 હેક્ટરમાં શેરડીનું વાવેતર નોંધાયું હતું. ઉપરાંત31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ ગીરગઢડામાં 450, કોડીનારમાં 3160, સુત્રાપાડામાં 129, તાલાલામાં 780, ઉનામાં 50 અને વેરાવળમાં 20 મળી કુલ જિલ્લાભરમાં 4589 હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું હતું. કોડીનાર શેરડી સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વિજ્ઞાન કે.પી. ભુરીયાએ જણાવ્યું હતું કેશેરડીમાં મધ્યમ મોડી જાત 13 થી 14 માસમાં, મોડી પાકતી જાત 14 થી 15 મહિનામાં અને વહેલી પાકતી જાત 12 મહિનામાં પાકે છે.
ગીર સોમનાથ જિલ્લામાં શેરડીમાં 5071, સી. ઓ 6304, સી. ઓ 03131,86032 અને 91132 જેવી શેરડીની જાતનું વાવેતર થાય છે. એક હેકટર દીઠ શેરડીમાં 60 થી 70 ટન વાવેતર થાય છે. બીજી તરફ તાલાલાના આંકોલવાડી ગામના ખેડૂત અને રાબડા સંચાલક વિજયભાઇ પાઘડારે જણાવ્યું હતું કે માટે 20 વિઘાની શેરડી છે.
ગીર પંથકમાં 8632, 2005, 6304, 555 જેવી જાતનું વધારે વાવેતર થાય છે. ગીર વિસ્તારમાં શેરડીનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે.ગત વર્ષે શરૂઆતમાં એક ટનનો શેરડીનો ભાવ રૂપિયા 1700 હતો. પછી છેલ્લે ઉત્પાદન વધારે થવા લાગ્યું એટલે રૂપિયા 2200 જેવો પ્રતિ ટનનો ભાવ થયો હતો.ખાસ કરીને રાબડામાં શેરડીનું પિલાણ કરી તેમાંથી ગોળ તૈયાર કરવામાં આવે છે.સારી શેરડી હોય તો. પર ટન શેરડીમાંથી સરેરાશ 120 કિલ્લો ગોળનું ઉત્પાદન થાય છે.
ગીર પંથકમાં પથંકમાં રાબડા દેવ દિવાળી પછી કારતક માસમાં શરૂ થાય છે. ગીર વિસ્તારમાં સૌથી વધુ રાબડાઓ જોવા મળે છે.અહીંપ્રથમ ખેતરમાંથી શેરડીની સફાઈ કરી તેને રાબડા સુધી પહોચાડવામાં આવે છે. રાબડામાં ચીચોડામાં શેરડીનું પિલાણ કરી તેનો રસ કાઢવામાં આવે છે. તે રસને તવામાંક્રમબદ્ધ ગરમ કરવામાં આવે છે. અને તેમાંથી ગોળ તૈયાર થાય છે.દેવદિવાળી બાદ રાબડા શરૂ થતા હજારો લોકોને રોજગારી પણ મળે છે. ગીર વિસ્તારમાં બાગાયત વાવેતર હોય કે પછી અન્ય વાવેતરની જેમ શેરડીનું વાવેતર પણ જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર