Home /News /kutchh-saurastra /Gir Somnath: આંબાની કમર કેમ બાંધવામાં આવે છે? કેરીના રસીકો માટે ખુબ જ મજેદાર છે આ સમાચાર

Gir Somnath: આંબાની કમર કેમ બાંધવામાં આવે છે? કેરીના રસીકો માટે ખુબ જ મજેદાર છે આ સમાચાર

કેસર

કેસર આંબામાં  અખતરા રૂપે કરેલી ગડલીંગ પ્રક્રિયા 

ગીર પંથકમાં કેસર કેરી વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. તાલાલા ખાતે ઈન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એકસલેન્સ મેંગો આવેલ છે. અહીં કેસ આંબામાં અખતરા રૂપે ગડલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પદ્ધતિથી આંબામાં વહેલું અને એક સરખું ફ્લાવરીંગ આવી શકે છે. 

વધુ જુઓ ...
    Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગીર પંથકમાં કેસર કેરીનું હબ ગણવામાં આવે છે. અહીંની કેસર કેરી પ્રખ્યાત છે. તાલાલા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એકસલેન્સ મેંગો આવેલ છે. જ્યાં આંબામાં વિવિધ સંશોધન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે અહી કેસર કેરીના 40 થી 50 વર્ષ જૂના ઝાડ પર થતી ગડલીંગ એટલે કે કમર બંધી પ્રક્રિયા અખતરા રૂપે હાથ ધરવામાં આવી છે. આ પદ્ધતિ અપનાવવાથી આંબામાં વહેલું અને એક સરખું ફ્લાવરીંગ આવી શકે છે. તેમજ વધારે પ્રમાણમાં ફ્લાવરીંગ આવી શકે છે. ફૂડસેટ પણ સારૂ જોવા મળે છે. આ પ્રોસેશને કમર બંધી કહેવામાં આવે છે.

    ગડલીંગ એટલે કે કમરબંધી પ્રક્રિયા કરવાની

    બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એકસલેન્સ મેંગોના વિજયસિંહ બારડે ગડલીંગ અંગે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં આંબાની ડાળીઓ પસંદ કરવાની હોય છે. જે ડાળીનો ડાયામીટર એક ફૂટ જેટલો અથવા તો 10 ઇંચથી વધારે હોય તેની પસંદગી કરવાની હોય છે. જે ઝાડ ખૂબ જ જુના હોય ઉપરાંત જે આંબા ઓછું ઉત્પાદન આપતા હોય તથા 40 થી 50 વર્ષ જૂના આંબાના વૃક્ષ હોય એમાં ગડલીંગ એટલે કે કમરબંધી પ્રક્રિયા કરવાની છે. આ પ્રક્રિયામાં એક ડાળી પસંદ કરી અડધા ઇંચ જેટલો કાપ મુકવાનો હોય છે. અડધા ઇંચની સાલ દૂર કરવાની છે. એના ના ઉપર બ્લ્યુકોપર અને એના ઉપર એક આધી ઇન્સેડસાઈડ મીક્ષ કરી તેની ઉપર લગાડી દેવાનું છે. ત્યાર પછી આ રીંગ છે. એને રહેવા દેવાની છે.

    આ પ્રક્રિયાને ગડલિંગ કરહેવામાં આવે છે


    છાલ દૂર થવાના કારણે છાલમાં રહેલું કેમિયમ લેયર છે

    ગડલીંગ એટલે કે કમરબંધી કઇ રીતે કામ કરે ડાળી પર રીંગ કરી એની સાલ દૂર કરવામાં આવી છે. છાલ દૂર થવાના કારણે છાલમાં રહેલું કેમિયમ લેયર છે. તેની અંદર જલવાહીની અને ખોરાકવાહીની આંબાની બ્રેક થશે. જલવાહીની જમીનમાંથી ઉપર સુધી પાણી પહોચાડે છે. તો ખોરાકવાહીની પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી ખોરાકને મૂળ સુધી પહોંચાડે છે. ડાળી ઉપર કટ મારી તેને બ્રેક કર્યું છે. આ બ્રેક થવાના કારણે જે કઇ પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી ખોરાક બને છે તે પાનમાં જ ત્યાં ને ત્યાં જ સંશય થશે. તેના કારણે કાર્બનનું પ્રમાણ વધવાના કારણે કલયર જેવું કામ આપશે. 15 થી 20 દિવસ વહેલું ફ્લાવરીંગ આવી શકે છે. સેન્ટર ઓફ એકસલેન્ટ મેંગો ખાતે કેસર જાતમાં આ પદ્ધતિનો અખતરો કરવામાં આવ્યો છે. જો સફળતા મળશે તો ખૂબ સારૂ પરિણામ મળી શકેશે.

    તાલાલામાં ઇઝરાયલ પદ્ધતિ દ્વારા સંશોધન ચાલી રહ્યું છે.


    અત્યારે એક ડાળીમાં આ પ્રક્રિયા કરી શકે છે

    ખેડૂતોએ ધ્યાનમાં રાખવા દેવી બાબતો તાલાલા ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એકસલેન્સ મેંગોના વિષય નિષ્ણાંત વિજયસિંહ બારડે ખેડૂતો ચાલુ વર્ષે કેસર જાતમાં ગડલીંગ પ્રક્રિયાનો અખતરો લીધેલ છે. સફળતા મળ્યા બાદ ખેડૂતોને આ પદ્ધતિ માટે ભલામણ કરાશે. અત્યારે એક ડાળીમાં આ પ્રક્રિયા કરી શકે છે. તે પણ જમીનથી 8 થી 10 ફૂટની ઉંચાઇ પર કરવાની હોય છે. આ કર્યા પછી તેની ઉપર બોક્ષપેશ અને ઇન્સેડસાઈડ લગાવી દેવી જરૂરી છે. અન્યથા સ્ટેમ્બોરિંગનો એટેક રહી શકે. આના માટે કોઈ ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરવાનો નથી. ડાળીના અંદરના ભાગને નુકશાન ન પહોંચે તેની કાળજી રાખી સિમ્પલ જે આરી આવે એનાથી જ આ રીંગ દૂર કરવી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Gir-somnath, કેરી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन