ગીર સોમનાથ: 5 નરાધમોએ પીંખી નાંખી યુવતીને, 4ની ધરપકડ

News18 Gujarati
Updated: May 21, 2018, 7:55 AM IST
ગીર સોમનાથ: 5 નરાધમોએ પીંખી નાંખી યુવતીને, 4ની ધરપકડ

  • Share this:
ગીર સોમનાથ: દેશમાં મહિલાઓ સાથે સતત થઇ રહેલી દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી હતી. ગીર સોમનાથમાંથી 5 નરાધમોએ યુવતી પર ગેંગરેપ કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય હતી. જે મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

અહિં સૌથી મોટી વાત તો એ છે કે આ નરાધમોને મદદ કરવા પાછળ 2 મહિલાઓનો હાથ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આ મહિલાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે છેલ્લા એક વર્ષમાં આરોપી દ્વારા વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટના વેરાવળ જુનાગઢ રોડ પરની હોટલ પાર્ક અને ભોજદે ગીરના ફાર્મ હાઉસમાં બની છે. જ્યાં અનેક વાર બળાત્કાર ગુજારાયોની પીડીતાની કેફીયત છે. જેમાં એક મુસ્લિમ યુવક સોયબ સોરઠીયા સહીત પાંચ યુવકો એ અલગ અલગ રીતે બળાત્કાર ગુજાર્યા હોવાની પીડીતાએ ફરીયાદ કરી હતી.

સમગ્ર પ્રકરણમાં વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતીઓ તરફથી યુવાનોને મદદ કરી હોવાનું પણ સામે આવ્યું હતું. આ બંન્ને યુવતીઓ દ્વારા આરોપી યુવકો પીડીતાનો સંપર્ક કરી દુષ્કર્મ માટે મજબુર કરતા હોવાનો પીડીતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. જેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય મહિલાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
First published: May 21, 2018, 7:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading