વેરાવળના સુપાસી ગામે રહેતા 35 વર્ષીય અજયભાઇ સોલંકીએ બી.આર.એસમાં બાગાયત વિષય પર અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ નોકરી છોડી તેમણે નાળિયેરીનું ફલીનીકરણ શરૂ કર્યું હતું.
વેરાવળના સુપાસી ગામે રહેતા 35 વર્ષીય અજયભાઇ સોલંકીએ બી.આર.એસમાં બાગાયત વિષય પર અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ નોકરી છોડી તેમણે નાળિયેરીનું ફલીનીકરણ શરૂ કર્યું હતું.
Bhavesh Vala, Gir Somnath : વેરાવળના સુપાસી ગામે રહેતા 35 વર્ષીય અજયભાઇ સોલંકીએ બી.આર.એસમાં બાગાયત વિષય પર અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ નોકરી છોડી તેમણે નાળિયેરીનું ફલીનીકરણ શરૂ કર્યું હતું. તે દેશી નાળિયેરીનો પરાગ લોટન નાળિયેરીની જાતમાં લગાડે છે. અને એમાંથી જે નાળિયેર તૈયાર થાય છે. તે ડી. ટી. નાળિયેર તૈયાર થાય છે. આ રોપનું તે વેચાણ કરે છે. 35 વર્ષીય યુવકને નાનપણથી ખેતીમાં વધારે રસ હતો. એટલે તેમણે નાળિયેરીના ફલીનીકરણ વિશે માહિતી મેળવી જાતે નાળિયેરીનું ફલીનીકરણ શરૂ કરી દીધું હતું. અત્યાર સુધીમાં ડી.ટી જાતના 4000 હજાર જેટલા રોપાનું વેચાણ કરી સુક્યા છે.
નાળિયેરીની જાતમાં પોટો ફાટે ત્યારથી જ તેની પ્રોસેસ શરૂ થાય છે
સુપાસી ગામે રહેતા અજયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી નાળિયેરીનું ફલીનીકરણ કરે છે. સૌ પ્રથમ દેશી નાળિયેરીમાંથી પરાગ લેવાનો હોય છે. જેને લોટન નાળિયેરીમાં લગાડવાનું આમાંથી જે નાળિયેર તૈયાર થાય તેને ડી.ટી.કહેવાય છે. ( ગ્રામ્ય ભાષામાં વાન ફેર કહેવાય છે ) જ્યારે લોટન નાળિયેરીની જાતમાં પોટો ફાટે ત્યારથી જ તેની પ્રોસેસ શરૂ થાય છે. આ પોટા પર ગુંદ જેવો પ્રદાર્થ આવે છે. એમાં દેશી નાળિયેરીનો પરાગ લગાડવાનો હોય છે. અને તેમાંથી જે નાળિયેર તૈયાર થાય છે. તે ડી.ટી. નાળિયેર કહેવાય છે. આ પ્રોસેસ જ્યારથી પોટો ફાટે ત્યારથી નિયમિત રીતે કરવાની હોય છે. એક રોપ તૈયાર થતા સવા વર્ષ જેટલો સમય લાગે છે.
4000 હજાર જેટલા ડી.ટી નાળિયેરીના રોપાનું વેચાણ
ડી.ટી. નાળિયેરીના રોપા રૂપિયા 400 થી 500 સુધી વેચાણ થાય છે. અત્યાર સુધીમાં તેમણે ઉના, કોડીનાર, જામનગર સહિતના વિસ્તારમાં 4000 હજાર જેટલા ડી.ટી નાળિયેરીના રોપાનું વેચાણ કર્યું છે. સારી માવજત હોય તો ડી.ટી નાળિયેરીના વાવેતર બાદ ત્રણ વર્ષમાં નાળિયેરની આવક શરૂ થઇ જાય છે. અને દર મહિને 30 થી 40 નાળિયેરનું ઉત્પાદન આપે છે. ડી.ટી. નાળિયેરીના નાળિયેર એકદમ ગોળ અને મોટા હોય છે. નાળિયેરીની અન્ય જાત કરતા સારૂ ઉત્પાદન મળે છે.
ફલીનીકરણ કર્યા બાદ કેટલા સમયમાં રોપ તૈયાર થાય છે ?
લોટન નાળિયેરીમાં ફલીનીકરણ કર્યા બાદ એક નાળિયેર 10 થી 11 માસે પાકે છે. અને તે નીચે ખરે છે. જે બાદ તેને દોઢથી બે મહિના સુધી સાંયે સુકવવાના હોય છે. પછી જમીનમાં તેને વાવેતર કરવાના હોય છે. જે બાદ 3 થી 4 માસે ડી.ટી. રોપા તૈયાર થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર