માતાજીનાં માંડવામાં સીટી વગાડવાં બાબતે 22 વર્ષનાં યુવકની કરપીણ હત્યા, ત્રણની ધરપકડ

માતાજીનાં માંડવામાં સીટી વગાડવા બાબતે 22 વર્ષનાં યુવકની હત્યા

Gir Somnath Crime:ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં ગરાળ ગામનાં યુવકની માતાતજીનાં માંડવામાં બેસવા જેવી સામાન્ય બાબતે કરપીણ હત્યા. મોઠા ગામે માતાજીના માંડવામાં બેસવા બાબતે થયેલી બોલાચાલીનો આવ્યો કરૂણ અંજામ.

  • Share this:
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ઉના તાલુકાનાં ગરાળા ગામનાં યુવક યશપાલસિંહ અખુભા વાળા ઉંમર વર્ષ 22ની મોઠા ગામે કરપીણ હત્યા. હત્યાનું કારણ મોઠા ગામમાં માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો તેમાં યશપાલ સિંહને મોઠા ગામના યુવાનો સાથે સામાન્ય બાબતમાં  માથાકૂટ થઈ હતી જેનો રાગદ્વેષ રાખીને રાત્રિનાં 1 થી 2ની વચ્ચેનાં સમય દરમિયાન ત્રણ યુવાનો દ્વારા યશપાલ સિંહને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો-'ઉડતા ગુજરાત': અમેરિકાથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવી વેચતા બે અમદાવાદીઓની ધરપકડ

    ગંભીર હાલતમાં આ યુવાનને 108 મારફતે  ઉના સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરનાં ડોક્ટરે યશપાલસિંહને મૃત જાહેર કર્યો હતો.આ સમાચાર મળતા ક્ષત્રિય સમાજના લોકો હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા અને મૃતક યુવાનને ન્યાય મળે એ માટે પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    આ પણ વાંચો-વલસાડ: રૂ. 26 લાખનો વિદેશી દારુ ઝડપાયો, હેરા ફેરી માટે ટ્રકમાં પ્લાસ્ટિકનો ભંગારની અપનાવી હતી ટ્રિક

    ઉનાનાં મોઠા ગામે સીટી વગાડવા જેવી નજીવી બાબતે યુવાનની હત્‍યા થઈ. પાંચ-છ છરીના ઘા ઝીંકી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી હત્‍યામાં પરીણામી હતી. મૃતકના કાકાની ફરિયાદનાં આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મુખ્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    ઉના તાલુકાના મોઠા ગામે માતાજીના માંડવામાં બેસવા અને સીટી વગાડવા જેવી સામાન્ય બાબતે બે યુવાનો વચ્‍ચે બોલાચાલી થયેલી જેમાં ઉશ્‍કેરાયેલા ત્રણ શખ્સોએ તાલુકાના ગરાળ ગામના યુવાન પર છરી વડે હુમલો કરી આડેધડ ઘા મારી હત્યા નિપજાવી નાંખતા અરેરાટી પ્રસરી ગઇ હતી.આ હત્‍યાની ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્‍ટાફ સાથે સ્‍થળ પર દોડી ગયા હતા.

    હત્‍યા મામલે પોલીસે ગુનો નોંધીં ઝડપી તપાસ આરંભી છે.આ હત્યાના ગુના સંદર્ભે ઉના પોલીસ દ્વારા આરોપી સંજય પરમાર, ચિરાગ પરમાર બંને મોઠા ગામ અને મહિપત ગોહિલ જે કોડીનારનાં સાંઢડીધારનો રહેવાસી છે. તેમની સામે આઈ.પી.સી.ની કલમ 302, 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.
    Published by:Margi Pandya
    First published: