Home /News /kutchh-saurastra /ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકથી 16 કિલો ચરસ ઝડપાયું, પોલીસે NDPS એકટ હેઠળ ગુનો નોંધ્યો

ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકથી 16 કિલો ચરસ ઝડપાયું, પોલીસે NDPS એકટ હેઠળ ગુનો નોંધ્યો

ગીર સોમનાથ દરિયા કિનારેથી ચરસ ઝડપાયું

Gir Somnath: ગીર સોમનાથ SOGએ હિરાકોટ બંદર નજીકથી 16 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો, જિલ્લા મરીમ પોલીસમાં અજાણ્યા ઈસમો વિરૂધ્ધ નોધાઈ ફરિયાદ, અગાઉ પણ અહીથી ઝડપાઈ ચૂક્યું છે 273 પેકેટ ચરસ.

    ગીર સોમનાથ: રાજ્યમાં હવે ખુલ્લેઆમ ચરસ અને ગાંજો વેચાવા લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, ગીર સોમનાથના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના હિરાકોટ બંદર નજીકથી ચરસના 16 પેકટ મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ SOGએ 16 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. અહીં વારંવાર ચરસ મળી આવે છે. આ પહેલા પણ ઓગસ્ટ મહિનામાં ચરસના 273 પેકેટ મળી આવ્યા હતા. હાલ પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા ઈસમો વિરૂધ્ધો ગુનો નોંધ્યો છે. પોલીસે 16 પેકેટના ચકસને હાલ સિલ કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    ઓગસ્ટ મહિનામાં 273 પેકેટ મળી આવ્યા હતા


    ગીર સોમનાથ જાણે ચરસનું હબ બની ગયું હોય તેમ લાગે છે. કારણ કે, છેલ્લા બે મહિનામાં બે વખત ચરસ મળી આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા મરીન પોલીસમાં અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોધાઈ હતી. ઓગસ્ટ મહિનામાં 273 પેકેટ મળી આવ્યા હતા. જે 301 કિલો ચરસની બજાર કિંમત સાડા ચાર કરોડ જેટલી હતી. ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકથી ચરસના 16 પેકેટ મળતા પોલીસની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે.

    સીએમ પટેલે અમદાવાદ મેટ્રો રેલના અંતિમ તબક્કાની તૈયારીઓનું કર્યુ નિરીક્ષણ

    ગુજરાતમાં તપાસ એજન્સીઓ સતર્ક થઈ


    ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોનો વેપલો વધી રહ્યો છે અને અનેક જગ્યાએથી આવો જથ્યો મળી આવતો રહે છે. જેમ આગાઉ પણ ગીર સોમનાથના દરિયા કિનારેથી બિનવારસી 273 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ સાથે ગુજરાતમાં તપાસ એજન્સીઓ પણ સાવધાન થઈ તપાસ કરવા લાગી છે. હાલ દરિયાખેડુઓના આગેવાનો સાથે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આશા છે કે આ સિલસિલો અહીં પૂરો થાય આરોપીઓ ઝડપથી પોલીસના પકડમાં આવે.



    અમદાવાદ: યુવતીને મંગેતરને મળવા જવાનું 50 હજારમાં પડ્યું

    પોલીસની કામગીરી પર પણ સવાલો


    ગાંધીના ગુજરાતમાં અત્યારે નશીલા પદાર્થોનો વેપલો ખૂબ જ વધી રહ્યો છે. પહેલા 273 પેકેટ અને અને હવે ફરી એકવાર 16 પેકેટ મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયો છે. જ્યારે આ સમગ્ર બનાવમાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આખરે આ જથ્યા ક્યાથી આવ્યો અને ક્યા જઈ રહ્યો હતો? તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. લોકોને શંકા છે કે, આ જથ્યો દરિયા માર્ગે જ આવતો હશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: ગીર સોમનાથ, ગુજરાત, ચરસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन