#MissionPaani બોટાદના ખેડૂતે ખેતી માટે પાણી બચાવવા 20 વિઘામાં તળાવ બાંધ્યું

ખેડૂતે પાણીના ટીપે ટીપાને બચાવાના ભગીરથ કાર્યમાં અમુલ્ય યોગદાન આપ્યું, પોતાના ખેતરમાં જ તળાવ બાંધ્યું એક વર્ષ સુધી ચાલે તેટલો સંગ્રહ

News18 Gujarati
Updated: July 12, 2019, 6:16 PM IST
#MissionPaani બોટાદના ખેડૂતે ખેતી માટે પાણી બચાવવા 20 વિઘામાં તળાવ બાંધ્યું
બોટાદના ખેડૂત જીવરાજ વાનાણીએ તળાવ બંધાવી કૂવો પણ 100 ફુટ ઉંડા કરાવ્યો છે.
News18 Gujarati
Updated: July 12, 2019, 6:16 PM IST
પ્રકાશ સોલંકી, બોટાદ : પાણીને સંગ્રહ કરી અને આવનારી પેઢી સુધી બચાવવાના ભગીરથ અભિયાનમાં લોકો સ્વયંભુ જોડાઈ રહ્યાં છે. પાણી સંગ્રહ કરવાના અવનવા સ્રોતો ઊભા કરી અને લોકો પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડિયા ગામના એક ખેડૂતે આ દિશામાં અનોખી પહેલ કરી છે. ખેડૂતે પોતાના ખેતરમાં તળાવ બાંધી અને એક વર્ષ ચાલે તેટલો વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સુવિધા વિકસાવી છે. 42 વિઘા ખેતર ધરાવતા ખેડૂતે 20 વિઘામાં આ તળાવ ઊભું કરીને અનોખો પ્રયાસ કર્યો છે.

ગત વર્ષે ઓછો વરસાદ થતા જીવરાજ વાનાણીએ પાણી સંગ્રહ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે ન્યૂઝ 18ને જણાવ્યું, “મારે 42 વિઘા જમીન છે પરંતુ તમામ જમીનમાં પાણી વગર ખેતી કરવી મુશ્કેલ છે. બીજું જો તમારી પાસે પૂરતું પાણી હોય તો તમે ઓછી જમીનમાં સારો પાક લઈ શકો છો. તેથી મેં અડધી જમીનમાં પાણી સંગ્રહ કર્યુ અને અડધી જમીનમાં ખેતી કરી. પરિણામ એ આવ્યું કે મને પાક પણ સારો મળ્યો. ”

આ પણ વાંચો : અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે, પોતાની બેઠકો પરથી જ ચૂંટણી લડશે : સૂત્ર

વાનાણીએ પોતાના ખેતરમાં 20 વિઘા જમીનમાં તળાવ બનાવ્યું અને અન્ય જમીનમાં 15 ફૂટ ઉંડા ખાડા કરી અને પાણી સંગ્રહ કરવાનો દેશી ઉપાય શોધ્યો. વાનાણી તળાવ બાંધી અટક્યા નહીં પરંતુ 35 ફૂટનો કુવો 100 ફૂટ ઉંડો કરાવ્યો અને કૂવા પાસે 15 ફૂટનો ગાળ કરાવ્યો.

આ તળાવ થકી ખેતીને એક વર્ષ ચાલે તેટલું પાણી મળી રહેશે.


ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ વરસેલા વરસેલા વરસાદના પગેલ જીવરાજ સોલંકીના ખેતરમાં એક વર્ષ ચાલે તેટલા પાણીનો હાલમાં જ સંગ્રહ થઈ ગયો છે. આમ જો ખેડૂતો ઘારે તો સ્વબળે પાણીનો સંગ્રહ કરી પોતાની ખેતીને નંદનવન બનાવી શકે છે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...