ગીર સોમનાથના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, પરિવારે માગી મદદ

News18 Gujarati
Updated: March 8, 2019, 6:39 PM IST
ગીર સોમનાથના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, પરિવારે માગી મદદ
News18 Gujarati
Updated: March 8, 2019, 6:39 PM IST
છેલ્લા કેટલાક સમયથી ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસી રહ્યાં છે, ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું છે. પરિવાર દ્વારા સરકાર પાસે મદદ માગવામાં આવી છે કે વહેલી તકે મૃતદેહને ભારત લાવવામાં આવે જેથી તેઓ અંતિમ સંસ્કાર કરી શકે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગત 1 ઓક્ટોબરે માછીમારી કરવા ગયેલા 50 વર્ષિય ભીખાભાઇ બાંભણિયાની પાકિસ્તાની મરીન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ હતા. જો કે આ દરમિયાન કોઇ કારણોસર તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ વાતની જાણ ભારતમાં ગુજરાતમાં રહેતા તેના પરિવારને થતાં ગામમાં શોકનું મોજુ ફેલાયું હતું. તો પરિવારની માગણી છે કે વહેલી તકે તેમના મૃતદેહને પરત લાવવામાં આવે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ છે દુનિયાની સૌથી પૈસાદાર મહિલા, રોજની કમાણી છે 982 કરોડ

ગીર સોમનાથ માછીમાર આગેવાને ન્યૂઝ18 સાથેની વાતચિતમાં જણાવ્યું કે ભીખાભાઇનું ગત 4 માર્ચે પાકિસ્તાનમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. અમે વિદેશ મંત્રાલયને લેખિતમાં જાણ કરી છે કે વેહલી તકે મૃતદેહને ભારત લાવવામાં આવે અને પરિવારને સોંપવામાં આવે.
First published: March 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...