ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહીતે વધુમાં જણાવ્યું છે કે, આ ઉપગ્રહ ભારતમાં કેમ દેખાયા તે એક પ્રશ્ન છે.
આકાશમાં દેખાતી ચળકતી હારમાળા સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળી હતી. આજે રાત્રે 8.45 વાગ્યે આ ખગોળીય ઘટના રાજ્યના કેટલાક હિસ્સાઓમાં દેખાઇ હતી. જે બાદ લોકો આ વિશે ખુબ જ ચર્ચા કરી રહ્યા છે અને ત્યાં જ જે લોકોએ આ ચળક્તા પદાર્થને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા છે તેઓ તેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કરી રહ્યા છે.
ગુજરાતના જૂનાગઢ (Junagadh) અને કેશોદના આકાશમાં કૌતુક પમાડે તેવી ઘટના (Astronomical event) જોવા મળી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કોઇ ભેદી વસ્તુ જમીન તરફ આવતી લોકોએ કેમેરામાં કેદ (viral video) કરી છે. ઘટના જોવા માટે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને મીટ માંડીને આકાશ તરફ જોઇ રહ્યા હતા. ત્યાં જ આ ખગોળીય ઘટનાથી લોકોમાં કુતુહલ ઉત્પન્ન સર્જાયું છે. આકાશમાં દેખાતી ચળકતી હારમાળા સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળી હતી. આજે રાત્રે 8.45 વાગ્યે આ ખગોળીય ઘટના રાજ્યના કેટલાક હિસ્સાઓમાં દેખાઇ હતી. જે બાદ લોકો આ વિશે ખુબ જ ચર્ચા કરી રહ્યા છે અને ત્યાં જ જે લોકોએ આ ચળક્તા પદાર્થને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા છે તેઓ તેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કરી રહ્યા છે.
ગુજરાતના આકાશમાં ચળકતી હારમાળા જોવા મળી, આ અંગે ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહીતે શુ કહ્યું જાણો
ગુજરાતનાં અવકાશમાં દેખાયેલ પદાર્થ પૃથ્વી પર પડે?
ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહીતે દાવો કર્યો હતો કે આ કોઇ કુદરતી વસ્તુ નથી પરંતુ તે કોઇ મેનમેડ વસ્તુ છે. હાલમાં જે વસ્તુ આકાશમાં દેખાઇ રહી છે તેનાથી કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આ એક સેટેલાઇટનો કોઇ ભાગ હોઇ શકે છે પરંતુ તેનું ધરતી પર પડવું મહદઅંશે શક્ય નથી. જોકે આજે આકાશમાં દેખાયેલી વસ્તુ ગુજરાતની બહાર નીકળી ગઇ છે માટે તેનો કોઇ ચાન્સ નથી કે તે ગુજરાતના કોઇ વિસ્તારોમાં પડે.
ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહીતનો દાવો, આ ઉપગ્રહ ભારતમાં કેમ દેખાયા તે પ્રશ્ન છે, અંહિયા ન દેખાવા જોઈએ pic.twitter.com/4Yj4LJ1W8r
ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહીતે વધુમાં જણાવ્યું છે કે, આ ઉપગ્રહ ભારતમાં કેમ દેખાયા તે એક પ્રશ્ન છે, તે અંહિયા ન દેખાવા જોઈએ. જોકે આ એક અલગ પ્રકારની ઘટના છે. તે જોવું આશ્ચર્યની વાત છે. જોકે આ ઘટનાથી કોઇએ ગભરાવવાની જરૂર નથી.
ગુજરાતના આકાશમાં ચળકતી હારમાળા જોવા મળી, કારણ શું?
ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહીત અનુસાર, પૃથ્વીની ઉપર 200 થી 400 કિમી ઉપર આ પ્રકારના સેટેલાઇટ ગોઠવવામાં આવે છે. જે ઓર્બિટમાં તેની ભ્રમણ કક્ષામાં ફરતી હોય છે પરંતુ ઘણી વખત તેને ડીઓર્બિટ કરવામા આવે છે એટલે આ એક સેટેલાઇટ જે ડીઓર્બિટ કરાયું છે અને કક્ષાને થોડું નીચે કરવામાં આવતા તે ગુજરાતમાં જોવા મળ્યું છે. જોકે સામાન્ય રીતે તેનો એંગલ નીચે કરાતા આ સેટેલાઇટ ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં જોવા મળવું જોઇએ પરંતુ હાલ ગુજરાતમાં જોવા મળ્યું છે. પરતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર