રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો, દાવો કર્યો કે ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસની સરકાર બનશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 25, 2017, 4:08 PM IST
રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો, દાવો કર્યો કે ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસની સરકાર બનશે
કોગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર પહોંચી ગયા છે. હાલમાં આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યભરમાં ગરમાવો આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ ભાટીયા ગામે લોકો સાથે સંવાદ કર્યો હતો. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસની સરકાર બનશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 25, 2017, 4:08 PM IST
જામનગર # કોગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર પહોંચી ગયા છે. હાલમાં આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યભરમાં ગરમાવો આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ ભાટીયા ગામે લોકો સાથે સંવાદ કર્યો હતો. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસની સરકાર બનશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે યાત્રાધામ દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. રાહુલ ગાંધી સવારે મીઠાપુર એરપોર્ટ પહોંચ્યા હતાં ત્યાંથી રોડ માર્ગે દ્વારકા મંદિરે પહોંચ્યા હતાં જ્યાં જગતમંદિરમાં આરતી ઉતારીને શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધી રોડ શો દ્વારા જામનગર પહોંચશે અને માર્ગમાં સભાને સંબોધન કરશે. જોકે આ પહેલા રાહુલ ગાંધી ભાટીયા ગામમાં પહોંચ્યા હતાં જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાટિયા ગામ પહોંચેલા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, જીએસટી લાગુ કરવામાં ભાજપ સરકારે ઉતાવળ કરી છે. જેને કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસની સરકાર બનશે. રાહુલની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ, અશોક ગહેલોત, ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ વગેરે નેતા જોડાયા હતા.
First published: September 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर