Home /News /kutchh-saurastra /ખંભાળિયામાં કરૂણ ઘટના! એક જ દિવસમાં બે આપઘાત, એક યુવતી અને એક સગીરાએ જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં કરૂણ ઘટના! એક જ દિવસમાં બે આપઘાત, એક યુવતી અને એક સગીરાએ જિંદગી ટૂંકાવી

પ્રતિકાત્મક તસવીર

Dwarka-Khambhaliya Two Suicide in Day: દેવભૂમિ દ્વારકાના જિલ્લા મથક ખંભાળિયામાં કરૂણાંતિકા બંનેએ ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં ગઈકાલનો દિવસ ભારે રહ્યો છે. જિલ્લામાં ગઈકાલે અકસ્માતથી મોત (Accident), હત્યા (Murder), અને એક સાથે બે આપઘાતની ઘટનાઓથી (Suicide) સમગ્ર જિલ્લો હચમચી ઉઠ્યો છે. એક બાજુ સમગ્ર વિસ્તાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની (Janmashtami 2021) તૈયારીમાં મગ્ન છે ત્યારે નાગપાંચમના (Nag Panchami) તહેવારના દિવસે એક જ દિવસમાં બે આપઘાતની (Two Suicide in Khambhaliya) ઘટનાઓના કારણે હાહાકાર મચી ગયો છે. જિલ્લા મથક ખંભાળિયામાં એક યુવતી અને એક સગીરાએ આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. આ બંને હતભાગીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગતે વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં યોગેશ્વર નગરમાં રહેતી 24 વર્ષની એક યુવતીએ ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી લીધી હતી. મૃતક યુવતીનું નામ લીાન વિજય સોલંકી હોવાનું સામે આવ્યું હતું. અગમ્ય કારણોસર આ યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં લાવાવમાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં આપઘાતનું કારણ જાણવા મળી શક્યું નહોતું.

આ પણ વાંચો : સુરત : ડૉ.દીકરીએ માતા-બહેનને ઉંઘના ઇન્જેક્શન આપી જાતે 26 ગોળીઓ ગટગટાવી

16 વર્ષની સગીરાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

દિવસ દરમિયાન દ્વારકાના ખંભાળિયામાં 16 વર્ષની સગીરાએ આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લીધી હતી. ખંભાળિયાના સતવારા સમાજની વાડી સામે શક્તિ નગરમાં રહેતી શિવાની હસમુખ ચોપડા નામની સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી લીધી હતી. આ કિસ્સામાં પણ સગીરાના આપઘાતનું કારણે સામે આવ્યું નહોતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો.

ખંભાળિયામાં ગળેફાંસો ખાઈ એક સગીરા અને એક યુવતીએ આપઘાત કરી લેતા કરૂણાંતિકા


આમ દેવભૂમિ દ્વારકા પંથકમાં આ પોસ્ટમોર્ટમ માટે આવેલા બે મૃતદેહો અને બે આપઘાતની ઘટનાના પગલે અરેરારટી વ્યાપી ગઈ હતી. એક જ દિવસમાં યુવતી અને સગીરાના આપઘાતના પગલે માહોલ ગમગમીન થઈ ગયો હતો. જોકે, આ મામલે આપઘાતના કારણો સામે આવી શક્યા નથી.

આ પણ વાંચો : મોરબી : 'બાય મિતાલી એકવાર મારી લાશ પર રોવા આવજે..,' આયેશાની જેમ FB Live કરી યુવકનો આપઘાત

આપઘાતનો વિચાર આવે તો 104 પર ફોન કરો

ડિપ્રેશનથી લઈ અને સામાજિક અને વ્યક્તિગત રીતે લોકો હતાશ નિરાશ થઈને જિંદગી ટૂંકાવી લેવાનું નક્કી કરી લેતા હોય છે. ભારતમાં વર્ષ 2019ના એક આંકડા મુજબ દર વર્ષે 2.30 લાખ આપઘાત થઈ રહ્યા છે ત્યારે વર્ષ 15-39ની ઉંમરના લોકોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતમાં ગુજરાતમાં 23 સપ્ટેમ્બર 2019ના રોજ જીવીકે ઈએમઆરઆઈના સંયુક્ત ઉપક્રમે આપઘાત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જો કોઈને આ પ્રકારના વિચારો આવે તો તેમે ગભરાયા વગર તાત્કાલિક 104 પર ફોન કરવો જોઈએ. આ હેલ્પલાઇન પરથી ડિપ્રેશનની સમસ્યાનું પણ માર્ગદર્શન આપવામં આવે છે અને તે 24/7 કાર્યરત છે.
First published:

Tags: Dwarka, Gujarati news, Khambhaliya, આત્મહત્યા