દ્વારકાધીશ મંદિર પર પહેલીવાર લગાવવામાં આવી એકસાથે બે ધજા

News18 Gujarati
Updated: June 13, 2019, 7:29 PM IST
દ્વારકાધીશ મંદિર પર પહેલીવાર લગાવવામાં આવી એકસાથે બે ધજા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ છે. જગતના નાથના મંદિર પર પહેલી વખત 56 ગજની બે ધજા મંદિર પર ચઢાવવામાં આવી છે.

આસ્થાનું પ્રતિક

વાવાઝોડાના એલર્ટને જોતા યાત્રાળુઓને દ્વારકા ન આવવા અપીલ કરવામાં આવી રહી છે. દરિયા કિનારે પણ ન આવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે યાત્રાળુઓની આસ્થા ન તૂટે તે માટે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. દ્વારાકાધીશને 56 ગજની ધજા ચડતી હોય છે. ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરના ટોચના બદલે થોડીક નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે. દ્વારકાધીશના મંદિરે દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે.

આ પણ વાંચો : ક્યાંક એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ તો ક્યાંક ગર્ભવતી માતાને બોટમાં લાવવામાં આવી

મહત્વનું છે કે રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. ગુરુવારે સવારે આઠ વાગે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકાઓમાં 12 મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને 45 મી.મી. એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 108 તાલુકાઓ એવા છે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે.
First published: June 13, 2019, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading