મુકેશ મોકરિયા, ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામે સાળા અને બનેવીની તકરારમાં બે સાળાએ મળીને બનેવીનું કુહાળી વળે ઢીમ ઢાળી દીધાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વચ્ચે પડનાર મહિલા પણ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાણવડ તાલુકાના રાણપર ગામે આજે સાંજના સમયે દલિત પરિવારના સબંધમાં થતા સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઇ હતી. જેમાં મૃતક પોલાભાઈ સાદીયાની તેમના જ સાળા અરવિંદ નથુ ખરા અને ગોવિંદ નથુ ખરા દ્વારા કુહાળીના ઘા મારીને કમકમાટીપૂર્વક હત્યાં કરી દેવામાં આવી છે.
રાણપર ગામમાં હત્યાના આ બનાવથી ચકચાર વ્યાપી ગયો છે. સાળા બનેવીના ખૂની ખેલમાં પરિવારની એક મહિલા વચ્ચે પડતા તે પણ ઈજાગ્રસ્ત થઇ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મૃતક પોલાભાઈ સાદીયાનો મૃતદેહ પી. એમ. અર્થે ભાણવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સાળા અને બનેવીના પારિવારિક ઝઘડામાં હત્યા થઇ હોવાનું પ્રાથમિક રીતે દેખાઈ આવે છે. આ સાથે જ બનાવની દરેક કળી મેળવવા માટે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. તેમજ વધુમાં મળતી માહિતી મુજબ, આરોપી પણ પોલીસ પકડની ખુબ નજીક છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામના એક મંદિરના પૂજારી ભગતનું ગઈ 20મી સપ્ટેમ્બરના રોજ અપરણ થયું હતું. 20મી તારીખે વાપી નાનાપોંઢા રોડ પર કાકડ કોપર ગામના રિતેશભાઈ ઉર્ફે ભગત ચાની લારી પર ઉભા હતા. તે વખતે જ એક નંબર વિનાની ઇકો કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ આ ભગતનું અપરણ કરી વાપી તરફ ભાગી છૂટ્યા હતા. જોકે, ત્યાર બાદ તેમનો કોઈ પતો ન લાગતાં આખરે અપરણનો ગુનો દાખલ થયો હતો. આમ, ભગતનું અચાનક જ અપહરણ થતાં સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને અપહરણનો ભેદ ઉકેલવા જિલ્લાની એલસીબી, એસઓજીની સાથે નાનાપોન્ઢા પોલીસ અને જિલ્લાના અને પોલીસ અધિકારીઓની ટીમ કામે લાગી હતી. જોકે, અપરણ બાદ ભોગ બનનાર ભગત રીતેશ ઈજાગ્રસ્ત હાલતમાં વાપી નજીક વલવાડા હાઇવે પરથી રાત્રે મળી આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર