Dwarka, આ વૃદ્ધ ખેડૂતે 72 દિવસમાં 3400 કિમીની પદયાત્રા કરી,
પીઠાભાઈએ અઢી માસ સુધી સાધુ વેશે આ યાત્રા પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં આવતા ગ્રામજનો દ્વારા અબીલ ગુલાલની છોળો સાથે સામૈયા કરી
સ્વાગત કરવામાં આવ્યું હતું.
Kishor chudasama, Jamnagar: મધ્ય પ્રદેશમાં અમરકંટકની પહાદીઓમાંથી નીકળીને ભરૂચ પાસે સમુદ્રમાં મળતી નર્મદા નદી દેશની સૌથી મહત્વની નદી ગણવામાં આવે છે. કુલ 1289 કિમીની સફર ખેડતી આ નદીની પરિક્રમાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે દ્વારકા તાલુકાના ટુપણી ગામના પીઠાભાઈ પુંજાભાઈ બૈડિયાવદ્રા નામના 50 વર્ષીય ખેડૂતે નર્મદા માતાની પરિક્રમા કરી છે.
તેમણે 72 દિવસ એક પણ પ્રકારની અડચણ વગર 3400 કિલોમીટર જેટલી લાંબી યાત્રા કરી ધન્યતા અનુભવી છે. ફરી તેઓ ગામમાં પરત આવતા તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાધુઓ આ યાત્રા 3 વર્ષ 4 માસ અને 13 દિવસ સુધી કરે છે.
દર વર્ષે નર્મદા નદીની પવિત્ર યાત્રા ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ કરતા હોય છે નર્મદા-પરિક્રમા ખૂબ જ કપરી ગણવામાં આવે છે અનવા બહુ ઓછા લોકો આ યાત્રામાં જોડાતા હોય છે. તેમાં પણ સાધુઓના મતે આ યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે. સાધુઓ આ યાત્રા 3 વર્ષ 4 માસ અને 13 દિવસ સુધી કરતા હોય છે. દેશમાં એકમાત્ર જીવંત નદી નર્મદાની પરિક્રમાની શરૂઆત પીઠાભાઈ બૈડિયાવદ્રાએ ઇન્દોર નજીકના ઓમકારેશ્વરથી કરી હતી. ઘરેથી માત્ર બે ઘોતી અને કુર્તા સાથે રાખીને પણ આ યાત્રા કરવાના આવે છે.
પીઠાભાઈએ અઢી માસ સુધી સાધુ વેશે આ યાત્રા પૂર્ણ કરી
પીઠાભાઈએ આ પરિક્રમાંનું મહત્વ સમજાવતા કહ્યું કે ગંગા નદી લોકોના પાપ ધોઈ અને પવિત્ર થવા માટે આથી નર્મદાનું મહત્વ વધુ ગણાય. આ યાત્રા દરમિયાન શ્રધાળું નદીને ઓળંગી શકતા નથી. કોઈ પણ સ્થળેથી આ નદીની પરિક્રમા થઈ શકે છે. યાત્રા શરુ કરતાં પહેલા નર્મદા માતાની સંપૂર્ણ પૂજા કરીને એક પાત્રમાં નદીનું પાણી ભરવાનું રહે છે જે પરિક્રમાવાસી આખી યાત્રા દરમિયાન સાથે લઈને ચાલે છે. ત્યારે પીઠાભાઈએ અઢી માસ સુધી સાધુ વેશે આ યાત્રા પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં આવતા ગ્રામજનો દ્વારા અબીલ ગુલાલની છોળો સાથે સામૈયા, સ્વાગર કરવામાં આવ્યા હતા. પીઠાભાઈ એ કહ્યું કે. ખેતી કામ સાથે સંકળાયેલ હોવાથી સતત કામ.હોવા છતાં મક્કમ મનથી નિર્ણય કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે.