Home /News /kutchh-saurastra /Jamnagar: અનોખું ગ્રૂપ, જે રવિવારે નીકળી પડે છે આસપાસના વિસ્તારના વનવગડામાં અને પછી...!

Jamnagar: અનોખું ગ્રૂપ, જે રવિવારે નીકળી પડે છે આસપાસના વિસ્તારના વનવગડામાં અને પછી...!

X
જામનગરના

જામનગરના સન્ડે ફન ગૃપ દ્વારા દર રવિવારે કોઈને કોઈ સ્થળના પ્રવાસનું આયોજન

જામનગરના સન્ડે ફન ગૃપ દ્વારા દર રવિવારે કોઈને કોઈ સ્થળના પ્રવાસનું આયોજન કરી આસપાસના પ્રકૃતિ અને વનરાઈ સભર સ્થળ તથા જોવા લાયક સ્થળનો પ્રવાસ ગોઠવવામાં આવે છે.

    Kishor chudasama, jamnagar: જામનગરના સન્ડે ફન ગૃપ દર રવિવારને પ્રકૃતિના ખોળે વિતાવવામાં આવે છે. આ ગ્રુપના સભ્યો દ્વારા દર રવિવારે કોઈને કોઈ સ્થળના પ્રવાસનું આયોજન કરી આસપાસના પ્રકૃતિ અને વનરાઈ સભર સ્થળ તથા જોવા લાયક સ્થળનો પ્રવાસ ગોઠવવામાં આવે છે. ત્યારે ગત રવિવારે ગ્રુપના સભ્ય બાલકૃષ્ણભાઈ બગડાઈ દ્વારા ખેંગારપર ગામનો પ્રવાસ કરવામાં આવ્યો હતો.

    પ્રકૃતિના ખોળે મોજ

    સન ડે ફન ગ્રૂપ દ્વારા ખેંગાર પર ગમનો પ્રવાસ ખેડવામાં આવ્યો હતો. જેમાં ગ્રુપના 30 થી વધુ લોકો જોડાયા હતા.આ આ દરમિયાન વગડામાં ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લાસભેર જોડાઈ મોજ માણી હતી. મહત્વનું છે કે મોટા મોટા શહેરમાં પ્રદુષણભર્યું વાતાવરણ હોય છે ત્યારે આ ગ્રૂપ દ્વારા પ્રદુષણ મુક્ત વાતાવરણમાં રહી પ્રકૃતિના ખોળે જીવન વિતાવવામાં આવે છે. કોરોના બાદ સ્વાસ્થય પ્રત્યે જાગૃતિ આવી છે ત્યારે દરેક લોકોએ આ પ્રકારના આયોજનો કરવા જોઈએ.


    બાલકૃષ્ણભાઈ બગડાઈ દ્વારા આયોજન

    બાલકૃષ્ણભાઈ બગડાઈ દ્વારા આયોજન કરાયું હતું.આ ગ્રૂપ દ્વારા દર રવિવારે જામનગર જિલ્લાના આસપાસ વગડામાં, દરિયાઈ વિસ્તારોમાં અને જંગલ વિસ્તારમાં પરિભ્રમણ કરવામા આવે છર અને જ્યા સફાઈ અભિયાન પણ કરવામાં આવે છે. રવિવારે ખેંગાર પર ગામનાં મિતેશભાઈ હિરપરાની વાડી એ મુકામ કર્યો હતો. જેમાં ૭ થી લઈને ૬૪ વર્ષના સભ્યો એ ભાગ લીધો હતો.જેમાં બાલકૃષ્ણ બગડાઈ , તરૂણ ગુસાણી , અશોક મુન્જાલ , પ્રફુલ્લ વારિયા , વિનોદ બથિયા , અરુણ મુન્જાલ સહિતના જોડાયા હતા.
    First published:

    Tags: Local 18, જામનગર

    विज्ञापन