devbhoomi dwarka crime news:ઢોંગી ભૂવાએ માત્ર 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમા ભૂવા વિરૂધ્ધ રોષ વ્યાપ્યો હતો. ખંભાળિયાની સેસન્સ કોર્ટે (Khambhaliya Sessions Court) આરોપીને તકસીરવાન ઠેરવી આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. devbhoomi dwarka crime news: Hypocritical Bhuva has committed atrocities against a 13-year-old girl and anger has spread across the diocese against Bhuva. In this case, the Khambhaliya Sessions Court found the accused guilty and sentenced him to 20 years imprisonment.
મુકુંદ મોકરિયા દેવભૂમી દ્વારકાઃ (Devbhoomi Dwarka)જામકલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે (bhatavadia village) એક ઢોંગી ભૂવાએ માત્ર 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમા ભૂવા વિરૂધ્ધ રોષ વ્યાપ્યો છે. હતો આ મામલે ખંભાળિયાની સેસન્સ કોર્ટે (Khambhaliya Sessions Court) આરોપીને તકસીરવાન ઠેરવી આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી (Sentenced to 20 years in prison) છે.
આજના યુગમાં લોકો કેટલા અંધવિશ્વાસમા (Superstition) આવી એવા ઢોંગી ભૂવાઓનો ભરોસો કરી બેસે છે. જેનો એક કિસ્સો દેવભૂમી દ્વારકા જીલ્લાના (Devbhoomi Dwarka) જામકલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે (bhatavadia) સામે આવ્યો છે. આમતો નાના એવા ભાટવડિયા ગામમા સર્વે સમાજના લોકો વસે છે. અહી ગામથી દૂર સિમ વિસ્તારમા એક મામા દેવનુ મંદીર આવેલુ હતું.
જેના કહેવાતા ભુવા દ્વારા 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ (rape complaint) પીડિતાની માતા દ્વારા કરવામા આવતા આ મામાદેવના કેહવાતા ભુવાની પાપ લીલા સામે આવી હતી. ભાટીયાથી આઠ કિલોમીટર ભાટવાડિયા ગામે બનેલ આ ઘૃણાસ્પદ બનાવે હાલ ભારે ઊહાપોહ મચાવ્યો છે. ત્યારે પોલીસ ની કામગીરી પણ સરાહનીય હતી ને ગણતરીના કલાકોમા આરોપીને પકડી કાયદાનું ભાન કરાવેલ હતુ.
આ સમગ્ર ઘટનાની જો વાત કરવામા આવે તો જામ કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે ભોગ બનેલ બાળકી છેલ્લા ઘણા સમયથી બેચેન રહેતી તેમજ સ્વાસ્થ્ય સારુંના રહેતા તે જ ગામ મા રહેતોને મામાદેવના ભુવા તરીકે કામ કરતાં ભરત સોનગરા પાસે ગયેલ હતા દેવની દયા થાય અને પોતાની પુત્રીને અહીથી સારુ થાય એવી આશા સાથે પીડિતાના માતા પિતા અહી દીકરીને લઈ ગયેલ હતા.
પોલીસની જીપ
અહી મામાદેવના ભૂવા તરીકે ઓળખાતો ભરત કરશન સોનગરા જે માત્ર 22 વર્ષની ઉમરે મામાદેવના ભૂવા બની ગયેલ હોઈ તા.15ના રાત્રીના સમયે ભોગ બનનારના કુટુંબી જનો ભાટવાડિયા ગામ માં આવેલ મામા દેવના મંદિરે લઇ ગયેલ ત્યારે આરોપી થોડીવાર પોતાના ધતિંગ કરી ને બાળકી ના કુટુંબી જનો ને કહેલ કે વિધિ ખેતરમા કરવાની છે. ને તમારે અહી રોકાવાનું ત્યારે કુટુંબીજનો એ પણ સાથે આવાની વાત રાખતા મામાદેવ અન્ય લોકો ને આવવાની રજા નથી આપતા તેમ વાત કરતા અંધશ્રદ્ધા મા માનતા આ પરિવારે પોતાની બાળકી ને વિધિ કરવા પાપી ભરત સોનગરા સાથે જવા દીધેલ હતી.
વીઓ- બાળકીને એકલી આ હેવાન ભૂવા સાથે મોકલ્યા બાદ ખેતરમાં પહોચી શૈતાન ભૂવા ભરત સોનગરા દ્વારા પોતાનુ પાપ પોકારવાનુ શરૂ કર્યુ હતુ. આ નરાધમ ભૂવાએ માસૂમ બાળકીને શરીરે ભભૂત ચોપડવાના બહાને કપડા ઉતારવા નું કહેલ જેનો બાળકીએ વિરોધ કરતા ભૂવાએ મામાદેવ નારાજ થશે તેમનો ભય આપતા બાળકી ગભરાઈને કપડા ઉતારતા ભૂવા ભરત સોનગરા દ્વારા બળજબરીથી બાળકી સાથે કુકર્મ આચરેલ હતુ.
વકીલની તસવીર
ત્યાર બાદ આ હેવાને બાળકીને ફરી દેવનો ડર બતાવી કોઈ ને કહીશ તો મામાદેવ ક્રોધાઈમાન થશે ને તારા પરિવાર ઉપર કોપ ઉતારશે તેવું જણાવેલ કુકર્મ કર્યા બાદ ભૂવા ભરત દ્વારા તે બાળકીને તેઓના કુટુંબીજનો સોપી ટૂંક સમયમાં બધું સારું થઇ જશે તેવું જણાવેલ પરંતુ આ બનાવ બન્યા બાદથી બાળકી ગુમસુમ રહેવા લગતા આખરે બે દિવસ બાદ બાળકીએ ભૂવા ભરતે તેની સાથે કરેલ તમામ વાતની જાણ કુટુંબીજનો ને કરતાં પીડિતાના કુટુમ્બીજનો પર આભ ફાટ્યુ હતુ અને ખૂબ હિંમત સાથે સમાજની ચિંતા કર્યા વિના આ પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
હવેથી કોઇ માસુમ બાળકીઓ આવા હેવાનનો શિકારના બને તે માટે આ પરિવારે હિંમત દાખવી આવા સમાજમા રહેલા ઢોંગી હેવાનને ખુલ્લો પાડી દીધો હતો. કુટુબીજનો એ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેસનમા ફરિયાદ નોંધાવેલ ને પોલીસ દ્વારા 376 તેમજ પોસ્કોની કલમ ઉમેરી આરોપી ભૂવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગુઁહાની ગમ્ભીરતાને ધ્યાને લઈ આરોપી ભૂવા ભરત સોનગરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ડીવાયએસપની તસવીર
પોલીસે ગણતરીના કલાકોમા ચોક્કસ બાતમીના આધારે સાંજનાના સુમારે બાતમીના આધારે આરોપી ભરત સોનગરાને પકડવામાં આવેલ હતો ભરત સોનગરાને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવેલ હતુ. આ મામલાની તપાસ જે તે સમયમાં -પી.આઈ-પી.એ.દેકાવડીયા-દ્વારકા પોલીસ સ્ટેશન દ્વારા ચલાવામાં આવી હતી.
ગામની તસવીર
આ સમગ્ર ઘટનાની નોંધ એવા લોકોને ખાસ લેવા જેવી છે જે આવા ઢોંગી ભૂવાઓની વાતોમા આવી ગમે તે કરી છુટતા હોઈ છે સમાજે હવે જાગવાની જરૂર છે સમાજે હવે આવા નરાધમ હેવાનોને ઓળખવાની જરૂર છે. જે સમાજમા રહી દેવના નામે ધતિંગ કરી ભોળા અને નીર્દોસ લોકોને છેતરી રહ્યા છે. આ દુષ્કર્મની ઘટનાની નોંધ ચોક્કસ દરેક સમાજે લેવી પડશે. અને અંધ વિશ્વાસથી બહાર આવી આવા ધતિંગ કરતાં ભૂવાઓને ખુલ્લા પાડવા પડશે.
આ હેવાનેના જાણે કેટલી જિંદગી બરબાદ કરી હશે. પણ સમાજમા આવા ઢોંગી ભૂવાઓને ઓળખવાનો સમય આવી ગયો છે લોકોએ હવે અંધશ્રધ્ધાથી પર થઈ વિચારવુ પડશે આ સમગ્ર મામલે સમગ્ર પંથકમા આ હેવાન ભૂવા ભરત સોનગરાને ખંભાળિયાની સેસન્સ કોર્ટે આકરું વલણ દાખવી પુરાવાઓને ધ્યાને લઇ આરોપી ભુવાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અને પીડિતાને 5 લાખની સહાય આપવા સરકારશ્રને હુકમ કર્યો છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર