Home /News /kutchh-saurastra /Dwarka: ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ કેમ બંધ કરવામાં આવી, શું છે કારણ?

Dwarka: ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ કેમ બંધ કરવામાં આવી, શું છે કારણ?

X
બેટ

બેટ દ્વારકા ફેરી સર્વિસ બંધ કરવામાં આવી

ઓખા-બેટ-દ્વારકા ફેરી બોટ સર્વિસ ફરી બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ખરાબ હવામાનને તેજ ગતિએ ફૂંકાતા પાવનને પગલે આ નિર્ણય લેવાયો છે.

    Kishor chudasama, Jamnagar:  યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે ત્યારે જગતમંદિરમાં દર્શન બાદ લોકો બેટ દ્વારકા દર્શન માટે પણ જતા હોય છે જેમાં દરિયામાં ફેરી બોટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે હાલરના વાતાવરણમાં માવઠાની અસર બાદ પવનની તીવ્ર ગતિ જોવા મળતા ઓખા-બેટ-દ્વારકા ફેરી બોટ સર્વિસ ફરી બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ખરાબ હવામાનને તેજ ગતિએ ફૂંકાતા પાવનને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

    ભારે પવનને પગલે લેવાયો નિર્ણય

    ફેરી બોટનું સંચાલન કરતી ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા યાત્રિકોની સલામતીના ભાગરૂપે પગલું લેવામાં આવ્યું છે. આજે સવારથી જ ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવામાં આવતા યાત્રાળુઓને દર્શન વગર જ પરત ફરવાનો વારો આવ્યો હતો. જેથી શ્રધ્ધાળુઓમા નિરશતા પણ જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે ભારે પવન નીકળતા જેટી ઉપર બોટ લંગારી શકવાની શક્યતાઓ નહિવત હોવાથીલગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. વાતાવરણ સામાન્ય રહ્યા બાદ બોટ શરૂ કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.


    ગત તા. 27 ના રોજ કરાઈ હતી બંધ

    મહત્વનું છે કે ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160 જેટલી પેસેન્જર બોટો ચાલે છે. જેમાં માવઠાની અસર વચ્ચે તાજેતરમાં જ આ સેવા બંધ કરાઈ હતી. ગત તા. 27 ના રોજ બંધ કરાયા બાદ વાતાવરણ સામાન્ય બનતા ફરી આ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે હાલ તે બંધ કરાઈ છે.
    First published:

    Tags: Cold in Jamnagar, Dwarka, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો