Home /News /kutchh-saurastra /Dwarka: 43 વર્ષથી લિજજત પાપડ બનાવે છે મહિલાઓ, જુઓ સુંદર વીડિયો

Dwarka: 43 વર્ષથી લિજજત પાપડ બનાવે છે મહિલાઓ, જુઓ સુંદર વીડિયો

X
લિજ્જત

લિજ્જત પાપડનો ગૃહઉદ્યોગ મહિલાઓ ચલાવે છે.

આ ઉધોગ દરમાં અલગ અલગ 4 જાતના અડદ,મગ,લસણ અને પંજાબી એમ ચાર જાતના પાપડ નું પ્રોડકશન કરવામાં આવે છે. તો દર મહિને અંદાજે 18 થી 20 હજાર કિલો પાપડ નું સેલિંગ કરવામાં આવે છે.

Hardik Parmar, Dwarka:  દેવભૂમિ દ્વારકા જિલ્લા ના નાના એવા બન્દર ગામ સલાયા માં આવેલ મહિલા મન્ડલ સનચાલિત લિજ્જત પાપડ ગૃહ ઉધોગ દિવસેને દિવસે પ્રગતિની નવી સીડીઓ પાર કરે છે.અને સમાજ માટે દાખલા રૂપી ઉદાહરણ પૂરું પાડે છે. દ્વારકા જિલ્લાના અતિ પછાત વિસ્તાર ગણાતા સલાયા માં છેલ્લા 43 વર્ષથી લીજજત પાપડ બનાવવાનો મહિલાઓ દ્વારા સંચાલીત ઉધોગ ચાલુ છે. એટલું જ નહીં આ ઉધોગ સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા જ ચલવામાં આવે છે અને દર વર્ષે ખુબ જ સારો એવો નફો પણ મેળવે છે.

આ સલાયા ખાતે આવેલ ઉધોગનું સનચાલ 66 વર્ષના ધીરજબેન પીઠડીયા કરે છે, તો બિલ ડિપાર્ટમેન્ટ.ડિસપેચ ડિપાર્ટમેન્ટ.વિગેરે તમામ ડિપાર્ટમેન્ટ પણ બહેનો જ સંભાળે છે. અહીં આસપાસના ગામોની અંદાજે 200 જેટલી બહેનો અહીં રોજગારી મેળવે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે.

આ ઉધોગ દરમાં અલગ અલગ 4 જાતના અડદ,મગ,લસણ અને પંજાબી એમ ચાર જાતના પાપડનું પ્રોડકશન કરવામાં આવે છે. તો દર મહિને અંદાજે 18 થી 20 હજાર કિલો પાપડ નું સેલિંગ કરવામાં આવે છે. આસ પાસ ના ગામોની મહિલા ઓ અહીંથી લોટ લઈ જાય છે અને પાપડ વણી આપી જાય છે...અને પર કિલોએ રૂપિયા 41 લેખે ઉપજ પ્રાપ્ત કરે છે અને રોજે રોજનો હિસાબ મેળવી અંદાજે 9 થી 10 હજાર ની માસિક આવક મેળવી શકે છે.

આ ઉધોગ સંપૂર્ણ રીતે મહિલા ઓ દ્વારા જ ચાલતો હોય મહિલા ઓ નિસનકોચ અહીં કામ કરી શકે છે અને રોજગારી પ્રાપ્ત કરીગુજરાન ચલાવે છે અને સમાજ માં દાખલા રૂપી ઉદાહરણ પૂરું પાડે છે.
First published:

Tags: Dwarka, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો