દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસવાડવાનું ષડયંત્ર, દેવભૂમિ દ્વારકામાંથી પકડાયું રૂ. 350 કરોડ ડ્રગ્સ

પ્રતિકાત્મક તસવીર

Drugs Seized from Dwarka: દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલો ડ્રગ્સ પકડાયું જે દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ધુસાવાનું ષડયંત્ર હતું. જેની કિંમત આશરે રૂ. 350 કરોડથી વધુ છે.

 • Share this:
  અત્યારનાં સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે તેમ દરરોજ ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાઇ રહ્યાં છે. ત્યારે વધુ એક વખત દેવોની નગરી ગણાતા દ્વારકામાં પોલીસે 60 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ આરાધનાધામ પાસે કારમાંથી મળી આવ્યું છે. પકડાયેલાં ડ્રગ્સની અંદાજીત કિંમત રુપિયા 350 કરોડ છે.

  આ પણ વાંચો-અમદાવાદ ચોરીની નવી ટ્રિક- ગઠિયોએ ઘરે આવી કહ્યું તારા પપ્પાનો એક્સિડન્ટ થયો છે ઘરમાં જે પણ પૈસા હોય તે લઇ ચલ મારી સાથે..

  ગુજરાતનાં દરિયા માર્ગેથી ધુસાડતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઇ ચુક્યો છે. મુન્દ્રામાં કરોડોનાં ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઇ માર્ગેથી આવતું 66 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જે અંદાજે 350 કરોડોની કિંમતનું ડ્રગ્સ છે.

  આ પણ વાંચો-અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ રોમિયોનાં લીધે યુવતીએ છોડવી પડી નોકરી, જાણો આખો મામલો

  સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમા 16 કિલો હેરોઇન છે. જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાનાં આરધના ધામ પાસેથી ઝડપાયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની થાય છે. આ પેહલી વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં જ મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે. અને હવે દ્વારકાનાં દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  Published by:Margi Pandya
  First published: