Home /News /kutchh-saurastra /દ્વારકા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, બે લોકોના મોત

દ્વારકા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, બે લોકોના મોત

અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દ્વારકા: ભીમપરા પાસે રાજકોટના પરિવારની કારને અકસ્માત નડ્યો છે. દ્વારકા દર્શન કરીને પરત ફરી રહેલા રાજકોટના પરિવારની કારને અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દ્વારકા નજીક આવેલા ભીમપરા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય અકસ્માતમાં પણ પરિવારના ચારના મોત નીપજ્યા હતા


એક મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મોડાસાથી હોસ્પિટલના કામ અર્થે ખાંટ પરિવાર રાજકોટ જઈ રહ્યા હતા, તે દરમિયાન વહેલી સવારે ડ્રાઇવરને આગળ બંધ પડેલો ટ્રક ન દેખાતા ઇકો કારના ડ્રાઈવરે ધડાકાભેર ટ્રક પાછળ કાર અથડાવી હતી. જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
First published:

Tags: Accident News, Devbhumi dwarka News, Gujarat News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો