દિવાળીના દિવસે દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

News18 Gujarati
Updated: October 27, 2019, 11:55 PM IST
દિવાળીના દિવસે દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
દ્વારકામાં વરસાદની તસવીર

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર, પાનેલી, નંદાણા, ધતુરિયા, ગઢકા, પટેલકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ચોમાસું જાણે જવાનું નામ ન લેતું હોય એમ ગુજરાતમાં ક્યાંક વરસાદ પડતો હોવાના સમાચાર મળી હોય છે. દિવાળીના દિવસે રણછોડરાયની ભૂમિ દ્વારકામાં વરાસદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે દિવાળીના દિવસે જ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર, પાનેલી, નંદાણા, ધતુરિયા, ગઢકા, પટેલકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ધીમી ધારે પડતા વરસાદના પગલે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા હતા. દિવાળીએ વરસાદ પડવાથી ખેડૂતોની દિવાળી બગડી જેવો ઘાટ થયો હતો. ખેડૂતોની વર્ષની મહેનત ઉપર પાણી ફળી વળ્યું હતું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદે છીનવી લીધો હતો.

મગફળી, કપાસ, બાજરી જેવા તમામ પાકોને મોટું નુકસાન પહોંચ્યું હતું. આટલું જ નહીં પાકની સાથે સાથે માલઢોરનો ચારો પણ પલળી જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ હતી. દિવાળી ટાંકણે વરસાદ પડવાથી ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટું જેવો ખાટ થયો હતો.

આ પણ વાંચોઃ-બૉન્ડેઝ પ્લે અથવા wild sex વિશે જાણો બધું જ

ઉલ્લેખનીય છેકે અરબી સમુદ્રમાં વાવાઝોડુ વધુ તોફાની બન્યુ છે અને એ "ક્યાર" સુપર સાયકલોન બની ગયુ છે એટલે ખતરનાક વાવાઝોડુ છે. કારણ કે વાવાઝોડુ સક્રિય થાય ત્યારે પહેલા લો પ્રેશર સક્રિય થાય છે. લો પ્રેશર વધુ મજબુત બને તો વેલ માર્ક લો પ્રેશર એરિયા બને. ત્યાર બાદ ડિપ્રેશનરમાં પરિવર્તિત થાય અને પછી ડીપ ડિપ્રેશન બને છે. જેમાંથી વાવાઝોડુ સક્રિય થાય છે..એટલે કે સાયકલોન સ્ટોર્મ બની ગયા બાદ સિવિયર સાયક્લોન બન્યુ છે.

આ પણ વાંચોઃ-દિવાળીના તહેવારોમાં નિરોગી રહેવાનો આ છે રામબાણ ઉપાયજેમાથી વેરી સિવિયર સાયક્લોન બન્યુ.અને ઇક્સ્ટ્રીમ્લિ સિવિયર સાયકલોન બન્યુ હતુ..જેમાંથી સૌથી ખતરનાક એવુ સુપર સાયક્લોન બન્યુ છે.એટલે વાવાઝોડાની જે સિસ્ટમ અપડેટ થાય છે.તેમા છેલ્લુ સ્ટેજ પર આવી ગયુ છે.

આ પણ વાંચોઃ-દિવાળીમાં ફટાકડા ફોટતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ?

હાલ આ વાવાઝોડુ ખતરનાક બની ગયુ છે. જોકે, સુપર સાયકલોન થઈને જ્યાં ટકરાય ત્યા નામો નિશાન મિટાવી દે છે. કારણ કે સુપર સાયકલોનમાં પવનની ગતી ખુબ તેજ હોય છે. અત્યારે પણ સુપર સાયક્લોન બની ગયા બાદ દરિયામાં 240થી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય રહ્યો છે અને પવનની ગતિ વધીને 290 કિલોમીટર સુધી વધી શકે છે.
First published: October 27, 2019, 11:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading