દ્વારકામાં નંદલાલાના જન્મને વરસાદે વધાવ્યો, ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું મંદિર

News18 Gujarati
Updated: August 13, 2020, 1:06 AM IST
દ્વારકામાં નંદલાલાના જન્મને વરસાદે વધાવ્યો, ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું મંદિર
દ્વારકામાં કૃષ્ણજન્મની ઉજવણી

દ્વારકામાં કૃષ્ણજન્મ સમયે વરસાદ પડ્યો હતો. જાણે વરસાદ પણ ભગવાન શ્રીકૃષ્ણને આવકારવા માટે આતૂર બન્યો હોય.

  • Share this:
દ્વારકાઃ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મને લઈને કૃષ્ણ મંદિરોમાં ભક્તો વગર રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે વરસાદે પણ નંદલાલાને પ્રાગટ્યને વધાવ્યું હતું. દ્વારકામાં કૃષ્ણજન્મ સમયે વરસાદ પડ્યો હતો. જાણે વરસાદ પણ ભગવાન શ્રીકૃષ્ણને આવકારવા માટે આતૂર બન્યો હોય. ભગવાન શ્રી કૃષ્ણનો 5,247મો જન્મદિવસ છે. જેની ઉજવણીમાં સમગ્ર દેશ હિલોળે ચડ્યો છે. મથુરા, દ્વારકા, ડાકોર, શામળાજી સહિત અનેક સ્થળોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે દ્વારકામાં જગતમંદિરમાં કૃષ્મ જન્મોત્સવની હર્ષોલ્લાસ ભેર ઉજવણી શરૂ થઈ ગઈ હતી. 12 વાગ્યાના ટકોરે જગતમંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. ભગવાનને રંગબેરંગી વાઘા પહેરાવવામાં આવ્યાં છે. ભગવાનના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી છે.

આ પણ વાંચોઃ-નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' : દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી

ભગવાનના જન્મબાદ વિવિધ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનને મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નજર ઉતારવામાં આવી હતી. હાલ ભગવાન કૃષ્ણની આરતી ચાલી રહી છે. સમગ્ર મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગૂંજી ઉઠ્યું છે.

આ પણ વાંચોઃ-Happy Janmashtami 2020: ભારે હર્ષોલ્લાસથી ભગવાન કૃષ્ણના જન્મને વધાવ્યો

પ્રથમ વખત ભક્તો વગર જન્માષ્ટમીની ઉજવણીઉલ્લેખનીય છેકે સમગ્ર વિશ્વમાં હાલ કોરોના સંકટ મંડરાયેલું છે ત્યારે પ્રથમ વખત એવી ઘટના બની હતી કે, નંદ નંદનના વધામણા ભક્તો વગર જ કરવામાં આવ્યા હતા. આ એક ઐતિહાસિક ઘટના ઘણી શકાય.

કારણ કે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભક્તો વગર મંદિરોમાં કૃષ્ણજન્મની ઉજવણી થઈ હતી. મોટા ભાગના મંદિરોએ ભક્તોને ઘરે બેઠાં જ લાઇવ આરતી અને જન્મોત્સવના દર્શન કરવાની અપીલ કરી છે. તો ભક્તોનો જન્મોત્સવનો પુરો લાભ ઘરે બેઠાં મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
Published by: ankit patel
First published: August 13, 2020, 1:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading