ભરબજારે પત્નીની હત્યા કરી પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન

ભરબજારે પત્નીની હત્યા કરી પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો.

 • Share this:
  મીઠાપુરઃ ઘરકંકાસ અને ગુસ્સાનું પરિણામ કેવું આવી શકે તેનું ઉદાહરણ શનિવારે મીઠાપુરમાં જોવા મળ્યું હતું. અહીં એક પતિએ ગુસ્સામાં આવીને ભરબજારે જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ તે સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.

  મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં મુખ્ય બજારમાં પતિએ જ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ આરોપી પતિ પોતે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

  પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કંકાસ ચાલી રહ્યો હતો. પતિએ ગુસ્સામાં આવીને આવું હિચકારું પગલુ ભર્યું હતું. મૃતક મહિલાનુ નામ જમનાબહેન છે.

  એવી માહિતી મળી છે કે જમનાબેન ઘરકંકાસને કારણે રિસામણે પોતાના પિયર આવી ગયા હતા. ચાર વર્ષ પહેલા તેના લગ્ન ચિન્ટુ પલીમારા સાથે થયા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ પોતાના પિતાના ઘરે રહેતા હતા. જે બાદમાં તેમણે પોતાના પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. શનિવારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં ચિન્ટુએ ગુસ્સામાં આવીને જમનાબેનને બે છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે આ કેસમાં ચિન્ટુની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: