Home /News /kutchh-saurastra /

PSI પૂર્વ આર્મી જવાનનાં પરિવાર પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

PSI પૂર્વ આર્મી જવાનનાં પરિવાર પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

પ્રતિકાત્મક તસવીર

ફરીયાદીનાં પિતા એકસ આર્મીમેન (પૂર્વ આર્મી જવાન) હોય અને તેઓને સરકાર તરફથી સાંથણીની ખેતીની જમીન મળેલી હતી. જે જમીન પૈકી અમુક જમીનમાં અન્ય લોકોએ દબાણ કરેલુ હતું. આ દબાણ હટાવવા માટે પોલીસમાં અરજી કરી હતી અને તે માટે PSIએ લાંચ માંગી હતી.

વધુ જુઓ ...
    સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પૂર્વ આર્મી જવાનનાં પરિવાર પાસેથી રૂપિયા 3 લાખની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાં છટકામાં ઝડપાઇ ગયો હતો.

    એન્ટી કરપ્શન બ્યુરોનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફરીયાદીનાં પિતા એકસ આર્મીમેન (પૂર્વ આર્મી જવાન) હોય અને તેઓને સરકાર તરફથી સાંથણીની ખેતીની જમીન મળેલી હતી. જે જમીન પૈકી અમુક જમીનમાં અન્ય લોકોએ દબાણ કરેલુ હોય અને મામલતદાર (કલ્યાણપુર) તરફથી દબાણ ગ્રસ્ત જમીન સિવાયની જમીનનો કબ્જો ફરીયાદીને સોપવામાં આવેલો હતો જે ફરીયાદીને સોપવામાં આવેલી જમીનમાં ફેન્સીગ તથા બાવળ કાઢવાનુ કામ કરવામાં દબાણ કરનાર વ્યકિતઓ અડચણ કરતા હતા. આથી તેમણે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી. અરજી અન્વયે ફરીયાદીની ઉપરોકત કામ કરાવી આપવાના અવેજ પેટે આ કામના આરોપી PSI શૈલેન્દ્રસિંહ ભદોરિયા (કલ્યાણપુર પોલીસ સ્ટેશન) ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦,૦૦૦ ની લાંચની રકમની માંગણી કરેલી હતી.

    છોટાઉદેપુરનાં ACF રૂ 35,000ની લાંચ લેતા રંગે હાથ પકડાયા

    જો કે, ફરિયાદીએ લાંચ આપવી ન હોય ફરીયાદીએ એ.સી.બીમાં ફરીયાદ કરતા એ.સી.બીએ બુધવારે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં પોલીસ ,સબ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રસિંહ ભદોરિયા ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

    આ કેસમાં ટ્રેપીંગ અધિકારી સી.જે.સુરેજા, (પોલીસ ઈન્સ્પેક્ટર) એ.સી.બી.રાજકોટ શહેર) તથા એ.સી.બી.પોલીસ સ્ટેશન તથા રાજકોટ શહેર તથા ગ્રામ્યની ટીમ સામે હતી.

    હદ થઇ! કચ્છમાં સરકારી કર્મચારી 50 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Armed Force, Ex-Army man, એસીબી, પીએસઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन