Home /News /kutchh-saurastra /

મોદીના નાનાભાઈ પહોંચ્યા દ્વારકાધીશના દર્શને, ગરબા રમતાં-રમતાં પહોંચ્યા મંદિર

મોદીના નાનાભાઈ પહોંચ્યા દ્વારકાધીશના દર્શને, ગરબા રમતાં-રમતાં પહોંચ્યા મંદિર

ગુજરાતની જનતાની જીત થતા દ્વારકાધીશના દર્શને પહોંચ્યો છુંઃ પ્રહલાદ મોદી

પ્રહલાદ મોદી ઢોલના તાલે નાચતા-ગાતા માથે ફૂલહાર સાથેનો વાંસનો ટોપલો લઈને ભગવાનના દર્શને પહોંચ્યા હતા.

દ્વારકાઃ પીએમ મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીએ આજે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. ગુજરાતમાં ભાજપની જીત બાદ આજે તેઓ દ્વારકા આવી પહોંચ્યા હતા. પ્રહલાદ મોદી ઢોલના તાલે નાચતા-ગાતા માથે ફૂલહાર સાથેનો વાંસનો ટોપલો લઈને ભગવાનના દર્શને પહોંચ્યા હતા. પ્રહલાદ મોદીએ અહીં ધ્વજા રોહણ કર્યું હતું. ગરબે રમતાં રમતાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તેમણે ઢોલ પર પણ હાથ અજમાવ્યો હતો. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.

પ્રશ્નઃ ભાજપની જીત થઈ એટલે દ્વારકાધીશને દર્શને આવ્યા?
જવાબઃ ભાજપ નહીં, ગુજરાતની જનતાની જીત થઈ છે એટલા માટે દ્વારકા આવ્યો છું.

પ્રશ્નઃ ગુજરાતમાં બીજેપીની જીત પર શું કહેશો?
જવાબઃ ગુજરાતની જનતાએ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ મુક્ત ગુજરાત અને કોંગ્રેસ મુક્ત ભારત કરવાની નેમ લીધી છે, આ તેના સિમાચિન્હો છે.

મોદીના ભાઈ ગરબે ઘૂમતા ઘૂમતા મંદિર પહોંચ્યા હતા


પ્રહલાદ મોદીએ અહીં ઢોલ પર પણ હાથ અજમાવ્યો હતો
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Modi's brother at dwarka, Narendra modi younger brother, Prahlad modi

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन