કલ્યાણપૂર પોલીસનાં જણાવ્યાં અનુસાર, FIR મુજબ આ ફોર્જરીનો ગુનો છે જે કલ્યાણપૂરમાં આવેલી ભાટિયા સબ પોસ્ટમાં બન્યો છે. આ વ્યવહારો જૂન 2019થી ડિસેમ્બર 2020 દરમિયાન બન્યાં છે. આ સમયમાં જ આરોપી તારક જાધવની પોસ્ટિંગ અહીયાં પોસ્ટલ આસિસ્ટંટ અને ઇન ચાર્જ સબ પોસ્ટ માસ્ટર તરીકે થઇ હતી.
દેવભૂમિ દ્વારકા: ગુજરાતનાં દેવભૂમિ દ્વારકામાં એક પોસ્ટ ઓફિસનાં કર્મચારીનું મોટુ કૌભાંડ સામે આવ્યું છે. તેણે દ્વારકા જીલ્લાની અલગ અલગ 16 પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાંથી 1.55 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. અને આ મામલે બુધવારે તેનાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તારક જાધવ નામનાં વ્યક્તિએ સોફ્ટવેર સાથે ચૈડા કરીને આ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે 16 પોસ્ટ ઓફિસની બ્રાન્ચનાં ખોટા રોકડ વ્યવહાર દર્શાવ્યાં છે. આ મામલે તેનાં વિરુદ્ધ કલ્યાણપૂર તાલુકામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે તાલુકામાં તે કામ કરતો હતો.
કલ્યાણપૂર પોલીસનાં જણાવ્યાં અનુસાર, FIR મુજબ આ ફોર્જરીનો ગુનો છે જે કલ્યાણપૂરમાં આવેલી ભાટિયા સબ પોસ્ટમાં બન્યો છે. આ વ્યવહારો જૂન 2019થી ડિસેમ્બર 2020 દરમિયાન બન્યાં છે. આ સમયમાં જ આરોપી તારક જાધવની પોસ્ટિંગ અહીયાં પોસ્ટલ આસિસ્ટંટ અને ઇન ચાર્જ સબ પોસ્ટ માસ્ટર તરીકે થઇ હતી.
આ સમયમાં તેણે કૂલ 110 ટ્રાન્જેક્શન કર્યાં છે. જેમાં તેણે 1,55,75,000 રૂપિાયની હેરાફેરી કરી છે. જાધવ વિરુદ્ધ આ મામલે IPCની કલમ સેક્શન 409 (ક્રિમિનલ બ્રાન્ચ ઓફ ટ્રસ્ટ વબાય પબ્લિક સર્વન્ટ)નું ઉલંઘન કરવા માટે લગાવવામાં આવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર