Home /News /kutchh-saurastra /આજે પહેલી પરીક્ષા : 89 ઉમેવારોનું ભાવિ નક્કી થશે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન

આજે પહેલી પરીક્ષા : 89 ઉમેવારોનું ભાવિ નક્કી થશે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન

છેલ્લા દોઢ-બે મહિનાથી ચાલતી ચૂંટણીની ભાંજગડ, તૈયારીઓ અને તમાશાની આજે પહેલી પરીક્ષા। આઠના ટકોરેથી પ્રથમ તબક્કાનું મતદાન શરુ થશે, જે સૌરાષ્ટ્ર-કચ્છના 12 અને દક્ષિણ ગુજરાતના 07 જિલ્લાની અનુક્રમે 54 અને 35 બેઠકો પર ચૂંટણી લડી રહેલા કુલ 89 ઉમેદવારોનું ભાવિ નિશ્ચિત કરશે। રાજ્યના કુલ 4,35,28,519 મતદાતાઓ પૈકી 2,12,31,652 મતદાતાઓ આ પ્રથમ તબક્કામાં તેમના મતનો પ્રયોગ કરશે। આ મતદાતાઓ પૈકી 1,11,05,933 પુરુષ જયારે 1,01,25,72 સ્ત્રી મતદાતાઓ હશે. ચૂંટણીપંચ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, પહેલા ચરણમાં 24,689 મતદાનમથક પરથી મતદાન થશે, જે 14,155 સ્થળોએ ઉભા કરવામાં આવ્યા છે. યાદ રહે કે, આ નોંધાયેલા મતદાતાઓમાં 247 મતદાતાઓ "અન્ય" કેટેગરીના છે. લગભગ 27,158 ઇવીએમ મશીનોનો મતદાતાઓ ઉપયોગ કરશે

18 થી 25 વર્ષના 35.29 લાખ, 26 થી 40 વર્ષના 78.69, 41 થી 60 વર્ષના 70.32 લાખ અને 60 વર્ષ કે તેથી વધુ વર્ષની ઉંમરવાળા 28.02 લાખ એમ મળી કુલ 2.123 કરોડ મતદાતાઓ આ પ્રથમ ચરણ માં ભાગ લેશે। કામરેજ (સુરત) સૌથી મોટું વિધાનસભા ક્ષેત્ર છે, જયારે સૌથી નાનું વિધાનસભા ક્ષેત્ર સુરત(ઉત્તર) છે. સૌથી વધુ ઉમેદવારો 27 જામનગર (ગ્રામ્ય) , જયારે સૌથી ઓછા 3-3 ઉમેદવારો ઝગડીયા-ગણદેવીમાં છે.
આ પ્રથમ તબક્કમાં ભાજપાએ 89, કોંગ્રેસે 86, બસપાએ 64, એનસીપીએ 30, શિવસેનાએ 25, આપે 21, સીપીએમએ 2, સીપીઆઇએ 1, અપક્ષોએ 443 તથા અન્ય પક્ષોએ 215 ઉમ્મેદવારો ઉભા રાખ્યા છે.
વિવાદો-વિષાદ, આઘાત-પ્રત્યાઘાત, સંકલ્પ-ઘોષણાપત્રો, વચનો-વિચારો, ગાલી-ગલોચ, હાથપાઈ-મારામારી, મનામણાં-રુસામણા અને હાકલા-પડકારો વચ્ચે 2017નો આ ચૂંટણી જંગ એટલા માટે રસપ્રદ બન્યો છે કે, નોટબંધી, જીએસટી, પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા, સર્જીકલ સ્ટ્રાઇક, હાર્દિક-જીગ્નેશ-અલ્પેશની ત્રિપુટીના ગુજરાતમાં ચાલેલા આંદોલનો, દારૂમાં કડકાઈ, કોન્ટ્રાક્ટ-ફિક્સડ પે માં પગારવધારા, આશા વર્કર બહેનોની સમસ્યાઓ, રાજ્યસભાની બેઠકો પર થયેલા રાજકીય ઘમાસાણ અને પ્રચારકોની અભૂતપૂર્વ ભીડ વચ્ચે આવેલી આ ચૂંટણી ખરેખર શું મતદાતાઓને આકર્ષી શકી છે ? રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા થયેલી અથાગ મેહનત, હાર્દિકની સેક્સs સીડીઓ, મોદીજી ની ગંજાવર સભાઓ, ભગવાનના અશારાઓ અને મણિ શંકર અય્યરની અભદ્ર ટિપ્પણીથી રાજકીય વાતાવરણ ભારે ગરમાયુ। લોકપ્રિય માધ્યમો પરની ચર્ચાઓ, પ્રવક્તાઓના ખુલાસાઓ અને સોશ્યિલ મીડિયા પરની ધમાચક્ડીએ પ્રજાને ભારે મનોરંજન પીરસ્યું।


ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે આ ચૂંટણી કરો યા મરોનો જંગ બની ગઈ છે.. ભાજપ સામે એન્ટિ ઈન્કમન્સીનો ભય જળુબી રહ્યો છે તો કોંગ્રેસ માટે હાથમાં આવેલો કોળિયો ઝુંટવાય ન જાય તેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. 2012ની સ્થિતિ પર એક નજર કરીએ તો જણાય છે કે, .મોદી સરકાર 2002, 2007 બાદ સતત ત્રીજી ટર્મ માટે મેદાને પડી હતી. રાજકીય પક્ષો માટે સૌથી મોટો તે વખતે જો કોઈ પડકાર હતો તો તે નવા સીમાંકનનો હતો.. જો કે નવા સીમાંકન વચ્ચે યોજાયલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.. 2012ના પરિણામો પર નજર કરીએ તો ભાજપે 115 બેઠક, કોંગ્રેસે 61 બેઠકો મેળવી હતી.. તો મોદી સરકાર સામે પડેલા અને ગુજરાત પરિવર્તન પાર્ટીએ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું તો હતુ પણ સમ ખાવા પુરતી બે બેઠકો મેળવી હતી.. જયારે એનસીપીએ બે તેમજ જેડીયુ અને અપક્ષ ઉમેદવાર એક એક બેઠક પર 2012માં વિજેતા થયા હતા.
છેલ્લા 56 વર્ષમાં અનેક રાજકીય પરિવર્તનો આવ્યા છે. કેટલાક ધારાસભ્યના મૃત્યુ બાદ, તો કેટલાક ઉમેદવાર રાજયસભામાં ગયા હોવાથી વિધાનસભાની બેઠકના છેલ્લા સ્થિતિ સાવ અલગ છે અને તેમાં પણ રાજયસભાના ચૂંટણી બાદ કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાતા અલગ જ રાજકારણ ગુજરાતમાં જોવા મળ્યુ. ખરાખરીના જંગ બાદ હાલની સ્થિતિ પર નજર કરીએ તો ભાજપ પાસે હાલ 119 બેઠકો છે. જીપીપી પાસે 1 અને અપક્ષ 1 ઉમેદવાર ઉમેરીયે તો 121 બેઠક થાય. જયારે બીજી તરફ કોંગ્રેસ પાસે 61 બેઠક હતી.પણ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા હાલ કોંગ્રેસ પાસે 43 બેઠકો રહી છે.. જયારે અન્ય પક્ષોમાં જેડીયુ પાસે 1 અને એનસીપી પાસે બે બેઠકો છે.. અને સૌથી મોટો ફેરબદલ એ છે કે હાલમાં વિધાનસભાની 15 બેઠકો ખાલી છે..

First published:

Tags: Assembly election 2017, Gujarat Electioin 2017

विज्ञापन
विज्ञापन