Home /News /kutchh-saurastra /બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરીની પીએમ મોદીએ ભરપેટ પ્રશંસા કરી
બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરીની પીએમ મોદીએ ભરપેટ પ્રશંસા કરી
બેટ દ્વારકાના ડિમોલિશનના પીએમ મોદીએ વખાણ કર્યા.
PM Modi Jamnagar: ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના દરિયાકિનારે થઈ રહેલી દબાણ હટાવવાની કામગીરીની ભરપેટ પ્રશંસા કર્યા હતા. હમણાં સમુદ્ર કિનારા પર સફાઇ ચાલી રહી છે.
વડાપ્રધાાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે આજે મંગળવારે પીએમ મોદીએ જામકંડોરણામાં જંગી જનમેદનીને સંબોધી હતી. PM મોદીએ કરસનદાસ બાપુ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિશાળ સંખ્યામાં હાજર જનમેદનીને સંબોધી હતી.
બેટ દ્વારકાના ડિમોલિશનના વખાણ કરતા વડાપ્રધાને કહ્યુ હતુ કે, ‘બેટ દ્વારકામાં જે થયું તે બરાબર છે. સંતોના જે નિવેદનો આવ્યાં છે તે મેં જોયા છે અને તેનાથી મને આનંદ થયો છે.’ ત્યારબાદ વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થાના વખાણ કરતા કહ્યુ હતુ કે, ‘વર્ષ 2014માં જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે ભારત અર્થવ્યવસ્થામાં 10મા ક્રમે હતું અને હવે આપણે પાંચમા ક્રમે પહોંચી ગયા છીએ.
ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના દરિયાકિનારે થઈ રહેલી દબાણ હટાવવાની કામગીરીની ભરપેટ પ્રશંસા કર્યા હતા. હમણાં સમુદ્ર કિનારા પર સફાઇ ચાલી રહી છે, આમ કહીને પીએમ મોદીએ બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરીની પ્રશંસા કરી હતી. બેટ દ્વારકામાં તંત્ર દ્વારા કરાયેલા મેગા ડિમોલિશનની કામગીરીને પીએમ મોદીએ મુક્ત મને બિરદાવી હતી. બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે જામનગરથી પણ સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રધાનમંત્રીની શાબાશી મળી હતી. જામનગરમાં પીએમ મોદીએ કહ્યું કે ગેરકાયદે બાંધકામો સફાચટ થઈ ગયા.
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘વીસ વર્ષ પહેલાં ખેતરમાં પાણી માટે પણ ખેડૂત ભાઈઓને વલખાં મારવા પડતા હતા. જો કોઈ બાળકને તરસ લાગે તો માતા ત્રણ-ત્રણ કિલોમીટર સુધી દૂર માથે બેડા મૂકીને જતી હતી. તેટલું જ નહીં, પાણી ન હોય ત્યારે ટેન્કર માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે. ટેન્કર આવે એટલે લાઇનમાં ઊભું રહેવાનું અને પછી જ્યારે પાણી ભરવાનો નંબર આવે ત્યારે કહે કે પાણી તો પૂરું થઈ ગયું. આખું કાઠિયાવાડ આ દશામાં હતું.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર