Home /News /kutchh-saurastra /

પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘુસી 2 બોટ સહિત 15 ખલાસીનું કર્યું અપહરણ

પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘુસી 2 બોટ સહિત 15 ખલાસીનું કર્યું અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાં ગેરકાયદે ઘુસી 15થી વધુ ખલાસીઓનું અપહરણ કર્યું છે.

પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાં ગેરકાયદે ઘુસી 15થી વધુ ખલાસીઓનું અપહરણ કર્યું છે.

    કાશ્મીર હોય કે સૌરાષ્ટ્ર, કચ્છની દરીયાઈ બોર્ડ પાકિસ્તાનની અવળચંડાઈ ચાલુ જ રહે છે. ક્યારેક બોર્ડર પર યુદ્ધવિરામ ભંગ કરે છે, તો ક્યારેક દરીયાઈ સીમા પર નિર્દોષ ભારતીય માછીમારોનું અપહરણ કરી અવળચંડાઈ બતાવે છે. આજે ફરી પાકિસ્તાને દરિયામાં માછીમારી કરી રહેલા ગુજરાતના માછીમારોને નીશાન બનાવી નાપાક હરકતનું પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાં ગેરકાયદે ઘુસી 15થી વધુ ખલાસીઓનું અપહરણ કર્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાથી ખુદા દોસ્ત એ કરમ અને અલ ગરીબે નવાઝ નામની બોટો ભારતીય જળસીમામાં રાબેતા મુજબ માછી મારી કરી રહી હતી, ત્યારે અચાનક પાકિસ્તાન મરીન સિક્યોરીટીની ટીમ તેમના પર ત્રાટકી હતી. બંદૂકની અણીએ બોટમાં સવાર 15થી વધુ ખલાસીઓને ધાક ધમકી આપીને બંધક બનાવી લીધા અને કરાચી તરફ લઈ જવાયા. અપહરણ કરાયેલી બોટો ઓખા-બેટની હોવાનું સામે આવ્યું છે. આ આંકડો હજુ વધે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા વર્ષોથી ગુજરાતની દરિયાઈ જળસીમાએ ત્રાટકીને માછીમારો અને ફિશીંગ બોટોનાં અપહરણ કરી જાય છે. બાદમાં સમયાંતરે માછીમારોને જેલમાંથી મુક્ત કરે છે, પણ કિંમતી ફિશીંગ બોટો પરત અપાતી નથી. છેલ્લા આંકડા પ્રમાણે રૂ. ૫૦ લાખની એક એવી ૯૯૩ ફિશીંગ બોટો હાલ પાકિસ્તાનનાં કબ્જામાં છે અને જુદા જુદા બંદરો ઉપર પડી રહી છે. અબજો રૂપિયાની કિંમતની ફિશીંગ બોટો પરત લાવવા ભારત સરકાર પણ આજ સુધી નિષ્ફળ રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Including, અપહરણ, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन