કિંજલ કારસરીયા, દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka) જિલ્લાના વડામથક જામખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં બૂટલેગરો (bootlegger) બેફામ બન્યા છે. દિવાળીના તહેવારોમાં (Diwali festival) જાહેરમાં દેશી દારૂની ડિલેવરી (Alcohol delivery) આપતો વીડિયો (video) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થયો છે. આ વીડિયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા પંથકના દાંતા ગામનો હોવાનું પણ મનાઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમામે યાત્રાધામ દ્વારકાને લઈને અહીં તેથી ભાવિક આવી રહ્યા છે. જેને અનુલક્ષીને ખાસ દ્વારકા જિલ્લાની જામનગરથી અલગ જિલ્લો આપવામાં આવ્યો છે. અને આ જિલ્લાને દેવભૂમિ દ્વારકા એવું નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક જામખંભાળીયા રાખવામાંઆવ્યું છે.
આ જામખંભાળિયા તાલુકામાં જ તાલુકા મથકથી ખૂબ જ નજીક આવેલું દાતા ગામ છે. જ્યાં જાહેરમાં દેશી દારૂની ખુલ્લેઆમ વિતરણ થતી હોવાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં થઈ છે. એક વ્યક્તિ કાળા કલરના બેગમાં દેશી દારૂની કોથળીઓ કાઢી વયોવૃદ્ધથીમાંડી યુવાન વયના વ્યક્તિને જાહેરમાં વિતરણ કરતા આ વીડિયોને લઈને પોલીસની કાર્ય પદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કરી રહી છે.
દિવાળીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે જ દેવભૂમિને કલંકિત કરતા જાહેરમાં દેશી દારૂના વિતરણનો આ વીડિયો દેવભૂમિ દ્વારકાને કાળી ટીલી લગાવી રહ્યો છે. જે જિલ્લાના એસ.પી અને જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ જ્યાં બેસે છે તેનાથી ખૂબ જ નજીક આવેલા દાતા ગામમાં સરાજાહેર ખુલ્લેઆમ દારૂનું વિતરણ થઇ રહ્યું છે.
જાણે કોઈને પોલીસનો ડર જ નથી અને પોલીસ તહેવારોના ટાણે રજાની મજા માણી રહી છે તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં બુટલેગરો પણ બેફામ બન્યા છે અને સરાજાહેર ગામ વચ્ચે દેશી દારૂ વિતરણ કરીને પોલીસની આબરુના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકાઃ જાહેરમાં દેશી દારૂની ડિલિવરી...!!!! પોલીસનો ખોફ જ નથી કે શું? pic.twitter.com/xmXb0R8IA5
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ આ પ્રકારે દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે. ત્યારે પોલીસ અને પ્રશાસન ઉપર મોટો સવાલ થયા છે. કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં બૂટલેગરો બેફામ કેવી રીતે બની શકે?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર